જન્માષ્ટમી 2018 - શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર બની રહ્યો છે ઉત્તમ સંયોગ, ભૂલથી પણ ન કરશો આ કામ
ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમી ઉજવાય છે. આ વખતે આ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ છે. આ વખતે જન્માષ્ટમી પર જયંતીનો યોગ બની રહ્યો છે. જે દ્વાપર યુગમાં કૃષ્ણ જન્મ સમયે બન્યો હતો. તેથી આ દિવસે પૂજાના સમયે કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે.
1. આ દિવસે જો તમે બીજાને નુકશાન પહોંચાડો છો તો તેનુ ત્રણ ગણુ પાપ પણ તમને ભોગવવુ પડે છે. તેથી જન્માષ્ટમી પર કોઈ ખરાબ કામ ન કરો.
2. એવુ કહેવાય છે કે આ દિવસે કનૈયાની જૂની મૂર્તિની પૂજા પણ કરવી જોઈએ.
3. જન્માષ્ટમીના વ્રતને વ્રતરાજ પણ કહેવાય છે. આ દિવસે ઘરમાં શાંતિ અને સદ્દભાવ કાયમ રાખવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી વિવાદ કલેશથી દૂર રહો.
4. વિષ્ણુ પુરાણ મુજબ આ દિવસે ભગવાનના ભોગમં તુલસીના પાન જરૂર હોવા જોઈએ. તુલસી વગર ભગવાન પ્રસાદ સ્વીકાર કરતા નથી.
5. જન્માષ્ટમીમાં સાત્વિક ભોજન કરવુ જોઈએ. આ દિવસે માંસ, માછળી અને મદિરાનુ સેવન ન કરો.