શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 15 મે 2020 (13:42 IST)

Best Drinks for Health - આ ડ્રિંક તમને 8 ખતરનાક બીમારીઓથી બચાવશે

દિવસો દિવસ બદલતી લાઈફસ્ટાઈલને કારણે આપણે આપણા આરોગ્યનો ખ્યાલ નથી રાખતા જેનાથી આપણુ શરીર બીમારીઓની ચપેટમાં આવવા માંડે છે.  કોઈને હાડકાનો દુખાવો તો  કોઈને વધતુ વજન મોટેભાગે પરેશાન કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ રોજ દવાઓ ખાવી પણ સારી વાત નથી. આજે અમે તમને એવુ ડ્રિક બતાવીશુ જે તમને નાની મોટી પરેશાનીઓથી બચાવશે.  આ ડ્રિંક તમે ઘરે જ સહેલાઈથી તૈયાર કરી શકો છો. 
 
સામગ્રી - આદુ 1/2 ટેબલસ્પૂન, હળદર - 1 ટેબલસ્પૂન, તજ - 1 ટી સ્પૂન, દૂધ - 1/2 કપ, મઘ - 1 ચમચી 
 
બનાવવાની રીત - ઉપરોક્ત આપેલ બધી સામગ્રીને બ્લેંડરમાં મિક્સ કરી આ મિશ્રણને કઢાઈમાં ગરમ કરી લો. તેને સારી રીતે ઉકાળ્યા પછી કપમાં નાખો. આ ડ્રિંકમાં અનેક તત્વો રહેલા છે જે શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.  જેનાથી તમે સ્વસ્થ રહો છો.  અમે તમને બતાવીશુ કે આ ડ્રિંકને રોજ પીવાથી કંઈ કંઈ બીમારીઓ ઠીક થઈ જાય છે. 
 
આગળ જાણો આ ડ્રિંક કંઈ કંઈ બીમારીમાં છે લાભકારી 

1. જાડાપણું - આ આદુ અને હળદરનુ ડ્રિંક શરીરની મેટાબોલિક રેટને વધારે છે અને શરીરની ફૈટ બર્નિંગ ક્ષમતાને વધુ કરીને વજનને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
2. સોજો કે પેટનુ ફુલવુ - આ ડ્રિંક એસિડને ઓછુ કરીને પેટ ફુલવુ અને ગેસને ઘટાડે છે. 













3. કમજોર રોગ પ્રતિરોધકતા - આ ડ્રિંક શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ અને ઈમ્યુનિટીને પણ વધારે છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે. 
 
4. સાંધાનો દુ:ખાવો - ડ્રિંકમાં એંટી ઈન્ફ્લામેંટ્રી તત્વ રહેવાને કારણે આ સાંધા અને માંસપેશીઓના દુખાવા અને સોજાને ઓછા કરે છે. તેનાથી પ્રભાવિત સ્થાન પર દુખાવો ઘટાડે છે. 














5. લૂ - આ ડ્રિંકમાં એંટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે બીમારી પૈદા કરનારા બેક્ટેરિયા અને વાયરસને મટાડી દે છે. જેનથી લૂ અને લૂના લક્ષણ જેવા કે તાવ, ખાંસી અને શરદી દૂર થઈ જાય છે. 
 
6. ગળામા ખરાશ - આ ગળાની બળતરા અને ખાંસીથી પણ છુટકારો અપાવે છે અને ગળાની ખરાશને દૂર કરી નાખે છે. 











7. ત્વચાનો રંગ ફીકો પડવો - આ ડ્રિંક ત્વચાની કોશિકાઓને પોષણ પ્રદાન કરે છે અને ત્વચાનુ લચીલાપનુ વધારે છે. સાથે જ ત્વચામાં નિખાર આવી જાય છે. 
 
8. હાડકાની બીમારી - આ ડ્રિંકના સેવનથી શરીરમાં કેલ્શિયમ અને વિટામીનની માત્રા વધી જાય છે. જેનાથી સાંધાનો દુખાવો અને ઑસ્ટિયોપોરોસિસ જેવા રોગ દૂર થઈ જાય છે.