રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (12:54 IST)

#Me Too નો ગુજરાતી ફિલ્મોમાં પણ પ્રવેશઃ ભાવિની જાનીએ આ અભિનેતા પર લગાવ્યા આરોપ

દેશભરમાં #Me Too અભિયાન તેજ બન્યું છે ત્યારે તેના પડઘા હવે ગુજરાતમાં પણ પડવા લાગ્યા છે. ગુજરાતી ફિલ્મ અને ધારાવાહિકોની જાણીતી અભિનેત્રી ભાવિની જાનીએ એક ગુજરાતી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર અને પ્રખ્યાત હાસ્ય અભિનેતા રમેશ મહેતા, શ્રીકાંત સોની અને સુભાષ બ્રહ્મભટ્ટ સામે જાતીય શોષણના આરોપો લગાવ્યા છે.  ભાવિની જાનીએ જણાવ્યું કે, તેઓ 10 વર્ષની વયના હતા અને એક સાંજે તેઓ પ્રેક્ટિસ કરતા હતા ત્યારે એક વયોવૃદ્ધ કલાકાર શ્રીકાંત સોનીએ તેમને અચાનક ખેંચીને કીસ કરી લીધી હતી. એ સમયે બાળકી હોવા છતાં તેમના આવા વર્તનથી હું ડરીને ભાગી ગઈ હતી.  ગુજરાતી ફિલ્મોના અત્યંત લોકપ્રિય કલાકાર અને કોમેડિયન એવા રમેશ મહેતાને રાસ્કલ કહેતાં ભાવિની જાનીએ જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં હજુ હું નવી કલાકાર હતી ત્યારે તેમણે મને બોલાવીને દારૂ પીવાની ઓફર કરી હતી. મેં ના પાડી એટલે મારી સામે બે લોકોને બોલાવીને મારી સામે તેમને કોન્ડોમ આપ્યા હતા. તેમણે મારા ઈનકારને કારણે ફિલ્મનો મારો રોલ કાપીને ટૂંકો કરાવી નાખ્યો હતો. આ ઉપરાંત એક મહિલાને ન છાજે એવી વાત પણ તેમણે કરી હતી. નાટક ઈન્ડસ્ટ્રીનો ખરાબ અનુભવ વર્ણવતા તેમણે જણાવ્યું કે, ભરત દવે સાથે એક ગુજરાતી નાટકનું રિહર્સલ કરતી હતી ત્યારે સુભાષ બ્રહ્મભટ્ટે અચાનક પાછળથી આવીને મને કમરથી પકડી લીધી હતી. આ બાબતનો મે તે જ ક્ષણે સખત વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ આવીને મને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, તેઓ એક સારી વ્યક્તિ છે, તેમને ઈરાદો ખરાબ નહીં હોય. એક ધારાવાહિકના નિર્દેશકનું નામ ન લેતાં તેમણે જણાવ્યું કે, તેમણે સમય કરતાં મને વહેલી બોલાવી હતી અને સવાલ પુછતાં મને પ્રસિદ્ધ બનાવવાનો બદલો માગ્યો હતો.