webdunia

Notifications

webdunia
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
  4. turiya nu shaak

તુરીયા નું શાક બનાવવાની રીત

turiya nu shak
તુરીયા નું શાક

સામગ્રી 
250 ગ્રામ તુરીયા
તેલ
ટી સ્પૂન જીરૂ
1/4 ટી સ્પૂન હિંગ
1 નાની ચમચી ઝીણું સમારેલું લસણ
1 ડુંગળી ઝીણી સમારેલી
1  નાની ચમચી આદુ લસણની પેસ્ટ
1 લીલુ મરચુ ઝીણું સમારેલું
1/4 ચમચી હળદર
1/4 નાની ચમચી લાલ મરચુ
1/2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચુ
1 નાની ચમચી ધાણા જીરુ
સ્વાદાનુસાર મીઠુ
1/4 નાની ચમચી કસુરી મેથી
નાની ચમચી ગરમ મસાલો
ટામેટા ની પ્યુરી
કોથમીર
 
તુરીયા નું શાક બનાવવાની રીત
- સૌથી પહેલા તુરીયા છોલી ને ગોળ ગોળ સમારી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં એમાં જીરુ, હિંગ, સમારેલું લસણ, લીમડો ઉમેરી અડધી મિનિટ સાંતળી લો. 
- હવે સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સંતાડી લો. 
- આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા ઉમેરી સાંતળી લો. 
- હવે ટામેટા ની પેસ્ટ ઉમેરો. કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- હવે તુરીયા ઉમેરી મિક્સ કરી ૨ મિનિટ સાંતળી લો. 
- હવે બે કપ પાણી નાખી ઢાંકીને ધીમી આંચ પર કોળું નરમ થાય ત્યાં સુધી રાંધો. 
-  બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને સોફ્ટ અને ફ્લફી રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.
ये भी पढ़ें
ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ