1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Semolina Vada

ક્રિસ્પી રવા વડા રેસીપી

Semolina Vada

સામગ્રી

રવો (ઝીણો અથવા મોટો) – 1 કપ
દહીં – 1/2  કપ (થોડું ખાટું હોય તો વધુ સારું)
ડુંગળી – 1 મધ્યમ (બારીક સમારેલી)
લીલા મરચાં – 2 થી 3 (બારીક સમારેલા)
આદુ – 1 ચમચી (ખમણેલું)
કઢીપત્તા – 7 થી 8 પાન (બારીક સમારેલા)
કોથમીર – બારીક સમારેલી
જીરું – 1 નાની ચમચી
બેકિંગ સોડા – 1 ચપટી
મીઠું – સ્વાદ મુજબ
તેલ – તળવા માટે

 બનાવવાની રીત

1. મિશ્રણ તૈયાર કરો

 
એક મોટા વાસણમાં રવો, દહીં અને મીઠું ભેળવી લો. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો. આ મિશ્રણને 10 થી 15 મિનિટ માટે ઢાંકી રાખો જેથી રવો સારી રીતે ફૂલી જાય.
 
2. મસાલા અને શાકભાજી ઉમેરો
 
15 મિનિટ પછી જો ખીરું વધુ જાડું લાગે તો તેમાં 1-2 ચમચી પાણી ઉમેરો. હવે તેમાં ડુંગળી, લીલા મરચાં, આદુ, કઢીપત્તા, કોથમીર, જીરું અને બેકિંગ સોડા ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
 

3. વડાનો આકાર આપો

હાથ પર થોડું પાણી અથવા તેલ લગાવો. હવે ખીરામાંથી નાનો લુવો લઈને તેને ગોળ અને થોડો ચપટો કરો. વચ્ચે મેડુ વડા જેવી નાની કાણું (છિદ્ર) બનાવો.

4. ક્રિસ્પી વડા તળો

કડાઈમાં તેલ ગરમ કરો. ગેસને મધ્યમ તાપ પર રાખી તૈયાર કરેલા વડા તેલમાં મુકો. બંને બાજુથી સુવર્ણ રંગના અને કરકરા થાય ત્યાં સુધી તળો.
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો