ગુજરાતી રેસીપી- 10 મિનિટમાં બનશે આ ક્રિસ્પી પનીર ચિલ્લા
બેસનનો ગરમગરમ ચિલડા ચા સાથે કોને નથી ભાવે.હવે પનીર સાથે આપો તેને એક જુદો સ્વાદ. સાચે બધાને પસંદ આવશે અને તમે બની જશો કિચન ક્વિન
સામગ્રી-
1 કપ બેસન(ચણાનો લોટ)
એક ચોથાઈ નાની ચમચી અજમા
અડધા કપ ડુંગળી સમારેલી
અડધા કપ ટમેટા સમારેલા
અડધા નાની ચમચી કાળી મરી પાવડર
1 મોટી ચમચી કોથમીર
2 ચમચી પનીર
1 ચમચી માખણ
1 મોટી ચમચી લીલા મરચા સમારેલા
મીઠું સ્વાદપ્રમાણે
પાણી જ્રૂર મુજબ
વિધિ- એક મોટા વાસણમાં બધી સામગ્રીઓને નાખી એક સાથે ખીરું તૈયાર કરી લો. સમારેલી સામગ્રીને થોડીક જુદી રાખી લો.
- ધીમા તાપ પર એક નૉન સ્ટિક તવા પર થોડું ઘી નાખી એક વાટકી કે ચમચાથી ખીરુંને ફેલાવો.
- જેમ જ ચિલડા થોડુક થાય તો તેના પર સમારેલા ડુંગળી, ટમેટા, લીલા મરચા, કોથમીર અને છીણેલું પનીર છાંટો કે નાખવું.
- ચિલડા ને પલટીને સોનેરી થવા સુધી બન્ને સાઈડથી શેકવું.
- બેસન પનીર ચિલડો તૈયાર છે. લીલી ચટણી સાથે સર્વ કરો.