1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. ચાટનો સ્વાદ બમણો કરશે આ લીલી અને ખજૂર-આમલીની ચટણી, ઝટપટ નોંધી લો રેસીપી

ચાટનો સ્વાદ બમણો કરશે આ લીલી અને ખજૂર-આમલીની ચટણી, ઝટપટ નોંધી લો રેસીપી

ગુજરાતી વાનગી

ઘરે બનાવો બજાર જેવી લીલી અને મીઠી ચટણી, દરેક ચાટનો સ્વાદ કરી દેશે કમાલ

માત્ર થોડા જ મિનિટોમાં તૈયાર કરો લીલી અને ખજૂર-આમલીની ચટણી, ચાટમાં આવશે જબરદસ્ત ટેસ્ટ

લીલી ચટણી રેસીપી (ચાટ માટે)

સામગ્રી
1 કપ કોથમીર
અડધી  કપ ફુદીનો
2 લીલા મરચાં
4-5 લસણની કળીઓ
1 ઇંચ આદુનો ટુકડો
1 ટેબલસ્પૂન લીંબુનો રસ
અડધી  ટીસ્પૂન જીરું
મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત

કોથમીર અને ફુદીનાને સારી રીતે ધોઈ લો.
મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં, લસણ, આદુ અને જીરું ઉમેરો.
મીઠું અને લીંબુનો રસ નાખો.
જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવી લો.
તૈયાર લીલી ચટણીને બાઉલમાં કાઢી લો.

ખજૂર-આમલીની મીઠી ચટણી

સામગ્રી

અડધી કપ ખજૂર (બી કાઢેલા)
ચોથાઈ કપ આમલી
2 કપ પાણી
અડધુ કપ ગોળ
અડધી ટીસ્પૂન જીરું પાવડર
ચોથાઈ ટીસ્પૂન કાળું મીઠું

બનાવવાની રીત

ખજૂર અને આમલીને પાણીમાં 20 મિનિટ પલાળી રાખો.
તેને ગોળ સાથે 10 મિનિટ ઉકાળો.
ઠંડું થયા પછી મિક્સરમાં પીસી લો.
જીરું પાવડર અને કાળું મીઠું ઉમેરી મિક્સ કરો.
ગાળી લો અને ચાટ સાથે સર્વ કરો.
 
આ બંને ચટણીઓ દહીં મખાના ચાટ, સેવ પુરી, દહીં પુરી અને અન્ય ચાટ વાનગીઓ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

Edited By- Monica Sahu
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો