ગુજરાતી બ્રેકફાસ્ટ : બ્રેડ પકોડા
સામગ્રી - 6 સ્લાઈસ મોટી બ્રેડ, 250 ગ્રામ બેસન, 200 ગ્રામ બાફેલા બટાકા, લીલી ચટણી, મીઠું, મરચુ, અજમો, હિંગ, હળદર, લીલા મરચાં અને લીલા ધાણા સ્વાદ મુજબ. તળવા માટે તેલ.
બનાવવાની રીત - બેસનમાં મીઠુ અને થોડુક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી લો.
બટાકાનો મસાલો - બાફેલા બટાકાને મસળીને તેમા મીઠુ, સમારેલા મરચાં અજમો, હિંગ, હળદર, લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી લો.
લીલા ધાણાની ચટણી - 100 ગ્રામ ધાણામાં બે ત્રણ લીલા મરચા, મીઠુ નાખીને લીલી ચટણી બનાવી લો.
હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તૈયાર બ્રેડની સ્લાઈસને બેસનના ખીરામાં ડૂબાડીને તળી લો. આ રીતે બધી બ્રેડ તૈયાર કરો. આ ગરમા ગરમ બ્રેડ પકોડા સેંડવિચ ચા સાથે કે સોસ સાથે સર્વ કરો.
ये भी पढ़ें
