હમણાં રસ્તામાં મને એક વ્યક્તિ મળ્યો અને પૂછ્યું –
આ ડોસીમાનું દવાખાનું ક્યાં છે ભાઈ?
હું પણ વિચારમાં પડી ગયો કે ઓલો,
સ્ત્રીનું દવાખાનું હોય તે તો સાંભળ્યું છે.
બાળકોનું દવાખાનું પણ હોય તે પણ સાંભળ્યું છે.
પણ આ ડોશીમાંનું દવાખાનું ક્યાં હશે?
પછી એણે મને સરનામું લખેલી ચિઠ્ઠી બતાવી.
તો તેની ઉપર લખેલું ઘાટા અક્ષરોમાં લખ્યું હતું કે
ડો.સીમાનું દવાખાનું