સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (10:17 IST)

સીરિયામાં ISIS અને કુર્દિશ ફોર્સ વચ્ચે લોહિયાળ જંગ, અલ-હસાકા જેલ પર ISISનો આતંકી હુમલો, 136ના મોત જેમાથી 84 આતંકવાદી

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના આતંકવાદીઓ અને કુર્દિશ દળો વચ્ચે ચાર દિવસીય સંઘર્ષમાં રવિવાર સુધીમાં, 136 લોકો માર્યા ગયા છે. ગુરુવારે આતંકવાદીઓ અને કુર્દિશ સેના વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. 100 થી વધુ ISIS આતંકવાદીઓએ તેમના સાથીઓને મુક્ત કરવા માટે સીરિયન શહેર અલ-હસાકાની ઘાવરાન જેલ પર હુમલો કર્યો. જે બાદ કુર્દિશ દળોએ તેમના પર વળતો હુમલો શરૂ કર્યો હતો.
 
બ્રિટનની સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, આઈએસઆઈએસના લડવૈયાઓએ જેલ પર હુમલો કર્યો, તેમના ઘણા સાથીઓને મુક્ત કરાવ્યા અને ઘણાં હથિયારો લૂંટી લીધા. જાણકારોનું કહેવું છે કે ઈસ્લામિક સ્ટેટ ફરી એકવાર સીરિયામાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં, તેની સાથે સંકળાયેલા ઘણા 'સ્લીપર સેલ' પણ સક્રિય થયા છે.
 
કુર્દિશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સે રવિવારે કહ્યું- જેલની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. આતંકવાદીઓ હવે લાંબો સમય ટકી શકશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લડાઈમાં અત્યાર સુધીમાં 84 ISIS આતંકી અને 45 કુર્દિશ લડવૈયાઓ માર્યા ગયા છે. જીવ ગુમાવનારાઓમાં 7 નાગરિકો પણ સામેલ છે. યુનિસેફે રવિવારે અટકાયતમાં લેવાયેલા 850 સગીરોની સુરક્ષાની માંગ કરી છે.
કુર્દિશ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરની અલગ-અલગ જેલોમાં 50થી વધુ દેશોના અપરાધીઓને રાખવામાં આવ્યા છે. જેમાં ઈસ્લામિક સ્ટેટના 12 હજારથી વધુ આતંકીઓ સામેલ છે. આતંકવાદીઓના હુમલા પહેલા જ જેલની અંદર તોફાનો શરૂ થઈ ગયા હતા. જેમાં કેટલાક કેદીઓ માર્યા ગયા હતા.