સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (13:04 IST)

એક વાર ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM Modi, Joe Biden અને Boris Johnson ને પણ છોડ્યા પાછળ

PM Modi Global Approval Rating: દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદગી પામ્યા છે. અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ 'ધ મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર, પીએમ નરેન્દ્ર મોદીએ એપ્રુવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત વિશ્વના 13 દેશોના વડાઓને પાછળ છોડી દીધા છે.
 
71% એ પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 
 
સર્વેમાં પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 71% છે. 13 થી 19 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં ભારતના પ્રધાનમંત્રી વિશ્વના ઘણા રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રી કરતા ઘણા આગળ છે. પીએમ મોદીએ લોકપ્રિયતાના ગ્રાફમાં મેક્સીકન રાષ્ટ્રપતિ આન્દ્રે મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર, ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુએસ પ્રમુખ જો બિડેન સહિત ઘણા મોટા નેતાઓને પાછળ છોડી દીધા છે. આ સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ છઠ્ઠા અને બ્રિટનના પ્રધાનમંત્રી 13મા સ્થાને છે.
 
મોદી વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય 
 
-  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી - 71%
-  મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર - 66 ટકા
-  ઇટાલીના પીએમ મારિયા ડ્રેગી - 60 ટકા
-  જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા - 48 ટકા
-  જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ - 44 ટકા
-  યુએસ પ્રમુખ જો બાઈડેન  - 43 ટકા
-  કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો - 43 ટકા
-  ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન - 41 ટકા
-  સ્પેનિશ પ્રમુખ પેડ્રો સાંચેઝ - 40 ટકા
-  કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈ  - 40 ટકા
 
ઉલ્લેખનીય છે કે અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટ દરેક દેશના પુખ્ત વયના લોકોનો સર્વે કરીને આ રેન્કિંગ તૈયાર કરે છે. નવેમ્બરમાં કરવામાં આવેલા છેલ્લા સર્વેમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા સૌથી વધુ હતી.