બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કમ્પાલાઃ , મંગળવાર, 16 નવેમ્બર 2021 (18:17 IST)

Uganda ના પાર્લિયામેંટ પાસે સીરિયલ બ્લાસ્ટ, 100 મીટર જ દૂર હતી ભારતીય ટીમ

આફ્રિકન દેશ યુગાન્ડામાં સીરિયલ બ્લાસ્ટ  (Uganda Serial Blast) થી કંપી ગયુ., યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં સંસદ ભવન પાસે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. ભારતીય પેરા બેડમિન્ટન ટીમ બ્લાસ્ટના સ્થળથી માત્ર 100 મીટરના અંતરે ઉભી હતી. જો કે આ બ્લાસ્ટમાં ભારતીય ટીમને કોઈ નુકસાન થયું નથી. ભારતીય પેરા બેડમિન્ટન ટીમ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ-2021માં ભાગ લેવા માટે થોડા દિવસો પહેલા યુગાન્ડા પહોંચી છે. આ ટીમમાં ટોક્યો પેરાલિમ્પિક્સ-2021માં મેડલ વિજેતા પ્રમોદ ભગત, મનોજ સરકાર અને અન્ય ખેલાડીઓ સામેલ છે.

 
 
આ વિસ્ફોટ પૈકી એક પોલીસ સ્ટેશનની નજીક થયો હતો અને બીજો બ્લાસ્ટ સંસદ ભવનની નજીક આવેલ રસ્તા પર કરવામાં આવ્યો હતો, સંસદ ભવન નજીક થયેલ  વિસ્ફોટ સંભવત એક બિલ્ડિંગને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં વિમા કંપનીની ઓફિસ આવેલી છે. વિસ્ફોટના કારણે આસપાસ ઉભેલા વાહનોમાં આગ લાગી હતી, રાષ્ટ્રીય પ્રસારક યૂબીસી અનુસાર, કેટલાક સાંસદ નજીક સંસદ ભવન પરિસરને ખાલી કરતા જોવા મળ્યા હતા