ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 નવેમ્બર 2021 (16:39 IST)

China Imposed Lockdown: ચીનમાં કહેરવરસાવી રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ, દલિયાન શહેરમાં 1500 વિદ્યાર્થીઓ કેદ કરવામાં આવ્યા

China Imposed Lockdown in Dalian City: ચીનમાં અત્યાર સુધી સૌથી મોટુ કોરોના વાયરસનુ સંકટ જોવા મળી રહ્યુ છે. પહેલા ચીને મહામારીની શરૂઆતમાં સંક્રમણને જલ્દી નિયંત્રણમાં લઈ લીધુ હતુ. પણ આ વખતે તે આવુ કરવામાં નિષ્ફળ થઈ રહ્યુ છે. અહીના ઉત્તરપૂર્વી શહેર દલિયાનમાં ડેલ્ટા વેરિએંટના મોટી સખ્યામાં કેસ આવી રહ્યા ક હ્હે. (Does China Have Delta Variant). જ્યારબાદ શહેરની યૂનિવર્સિટીમાં ભણ્ણનારા લગભગ 1500 વિદ્યાર્થીઓને તેમના હોસ્ટલ્સમાં કેદ કરવામા આવ્યા છે. આ આદેશ શહેરની ઝુઆંગે યૂનિવર્સિટીમાં અનેક ડઝન કેસ સામે આવ્યા પછી રવિવારે રજુ થયો. 
 
અનેક વિદ્યાર્થીઓને નજર રાખવા માટે  હોટલોમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા છે.આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ ડિઝિટલ રીતે હવે પોતાની ક્લાસ લઈ રહ્યા છે. તેમને ભોજન પણ રૂમ સુધી પહોચાડવામાં અવી રહ્યુ છે. (Delta Variant in China News).અનેક વિસ્તારોમાં આ શહેરમાંથી આવનારા લોકોને પ્રવેશ નથી મળી રહ્યો. છેલ્લા એક સપ્તાહથી દેશના અન્ય ભાગો કરતા વધુ કેસ ડાલિયાનમાંથી આવી રહ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સે સત્તાવાર ડેટાના આધારે જણાવ્યું છે કે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરની વચ્ચે અહીં કુલ 1,308 કેસની પુષ્ટિ થઈ છે. આ સંખ્યા ઉનાળામાં જોવા મળતા 1,280 સ્થાનિક કેસને પણ વટાવી ગઈ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને સોમવારે અહેવાલ આપ્યો છે કે છેલ્લા 24 કલાકમાં સ્થાનિક ચેપના 32 નવા કેસ મળી આવ્યા છે, જેમાંથી 25 ડાલિયાનમાંથી નોંધાયા છે.
21 શહેરમાં ફેલાયો છે ડેલ્ટા વેરિએંટ 
 
આ દર્શાવે છે કે ચીન અત્યાર સુધીના સૌથી મોટા ડેલ્ટા વેરિઅન્ટના વિનાશનો સામનો કરી રહ્યું છે. આ પ્રકાર દેશના 21 પ્રાંતોમાં ફેલાયો છે. ચીનની સરકાર કોવિડ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. અહેવાલો સૂચવે છે કે ઘણા પ્રાંતોમાં ચેપને નિયંત્રિત કરવામાં આવ્યો છે. (Is Delta Variant Affecting China). ચીની સરકાર બચાવના રૂપમાં અનેક ઉપાય કરી રહી છે. જેમા લોકડાઉન, કોન્ટેક્ટ ટ્રેસિંગ, જોખમ ભરેલા વિસ્તારોમાં અનેક રાઉન્ડની ટેસ્ટિંગ, મનોરંજન સાથે જોડાયેલા સ્થાન બંધ કરવા સાર્વજનિક વાહનો પર રોક અને પર્યટનને પ્રતિબંધિત કરવાનો સમાવેશ છે. 
અડધીથી વધુ વસ્તીનુ વેક્સીનેશન 
 
સ્થિતિ એવા સમયે બગડી રહી છે જ્યારે દેશની અડધાથી વધુ વસ્તીનું કોવિડ વેક્સીનેશન પૂર્ણ થઈ ગયું છે. સરકાર બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું પણ વિચારી રહી છે. એવા પણ અહેવાલ છે કે સરકાર કોરોના સંક્રમિત લોકોના પાલતુ પ્રાણીઓને મારી નાખવામાં આવી રહી છે. ઘણા લોકો આ અંગે ઓનલાઈન ફરિયાદ કરી રહ્યા છે (China Battles Delta Variant).ચીનના પ્રાણીઓના સંરક્ષણ સાથે સંકળાયેલા એક NGOએ કહ્યું છે કે, 'પાલતુ પ્રાણીઓ લોકોના આધ્યાત્મિક ભાગીદાર છે અને મહામારી સામે લડવાના બહાને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જો તમે તમારી જાતને બચાવવા માટે નિર્દોષ પ્રાણી સાથે અન્યાય કરો છો, તો તમે માનવતાની વાત કેવી રીતે કરી શકો?'