અહીં ઝાડ પર લટકાયેલી છે લાખો ઢીંગલીઓ જે રાત્રે કરે છે વાત !!
ઢીંગલીઓ સાથે રમવુ દરેક બાળકને પસંદ છે પણ એક એવી જગ્યા પણ છે જ્યાં ઢીંગલીઓને જોઈને દરેકની આત્મા કાંપી જાય છે. કારણકે અહીં દરેક ઝાડ પર લટકાઈલી આ ભૂતિયા ઢીંગલીઓ વાત કરે છે.
જાણો શા માટે આ આઈલેંડ પર જોવા મળે છે આવી ડરામણી ઢીંગલીઓ
મેસ્ક્સિકોનો ઢીંગલીઓનો આઈલેંડમાં જોઈને જ બધાની બોલતી બંધ થઈ જાય છે. અહીં તમે જ્યા જુઓ ત્યા દેખાશે માત્ર ભૂતિયા ઢીંગલીઓ . ઝાડથી લઈને જમીન અને પાણી સુધી દરેક જગ્યાએ ઢીંગલીઓ ટંગાયેલી છે. તમને ઘૂરતી તેની નજરો તમારા હોશ ઉડાવી નાખશે.
અહીં માત્ર ઢીંગલીઓ જ નથી દેખાતી પણ એક છોકરીનો આવાજ પણ સંભળાય છે. લોકોનું કહેવું છે કે તેમને ઘણી વાર એવું પણ લાગે છે કે તે છોકરી તેમનો પીછો કરી રહી છે.
કહેવું છે કે આ આઈલેંડ પર હજારો ઢીંગલીઓ છે. આ ઢીંગલીઓ અહી ક્યાંથી આવી અને શા માટે આ જગ્યા આટલી ડરાવની છે, તેની પાછળની વાર્તા ખૂબ રોચક છે.
આટલી બધી ઢીંગલીઓ અહીં ડોન જૂલિયન નામના માણસએ ટાંગી હતી. શહેરથી દૂર જૂલિયન તેમની પત્ની સાથે રહેતો હતો. એક દિવસ તેને નહેરમાં એક બાળકીની લાશ મળી. તેના થોડા દિવસ પછી તે જ નહરમાં એક ઢીંંગલી દેખાઈ. ત્યારથી જ જૂલિયનને તે બાળકીની આત્મા સતાવવા લાગી.