ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (12:25 IST)

ગણેશોત્સવમાં અજમાવો દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય

જો વધારે ઋણ થઈ ગયા હોય અને એને ચૂકવવામાં સમસ્યા આવી રહી હોય તો શ્રીગણેશની આરાધના-ઉપાસના કરવાથી ઋણ ચૂકવવામાં સહાયતા મળે છે. આર્થિક સમૃદ્ધિની હોય કામના કે જોઈએ પ્રચુર સંપદા આ ઉપાયને અજમાવીને જુઓ
 
ગણેશોત્સવમાં કોઈ પણ દિવસ સ્નાન કરી સફે સ કપડા પહેરીને પૂર્વ દિશામાં મોઢું કરેને બેસો. સામે લાકડીના પાટલા પર સફેદ કપડા પાથરીને એના પર અક્ષત એટલે કે ચોખા પર આંકડાના ગણપતિ એટકે કે શ્વેતાર્ક ગણપતિની સ્થાપના કરો. ગણપતિને કંકુ ,ચોખા અને મોળીથી પૂજા કરો અને ધૂપ-દીપ કરો. સાથે
ગણપતિને સિંદૂર ચઢાવો. ત્યારબાદ મૂંગાની માળથી નીચે લખેલા મંત્રની 5 માળા જપ કરો.
 
અહીં મંત્ર જપો- ॐ નમો વિઘ્નહરાય ગં ગણપતયે નમ:
 
પૂજા પછી આંકડાના ગણપતિ અને મૂંગાની માળા લાલ કપડાની પોટલીમાં બાંધી ગણપતિના મંદિરમાં ગણેશજીના ચરણોમાં રાખી ઘર પર આવો. આ ઉપાય કરવાથી ઋણથી સંકળાયેલી પરેશાનીઓ દૂર થઈ શકે છે. સાથે જ આર્થિક તંગી અને દરિદ્રતાથી છુટકારો મળી શકે છે.