1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી 2026
  4. why is a broom purchased on Dhanteras

ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવામાં આવે છે ? જાણો તેનુ ધાર્મિક મહત્વ

broom on Dhanteras
broom on Dhanteras
Dhanteras 2026:  દિવાળી પહેલા ઉજવાય છે ધનતેરસનો તહેવાર, ધન, સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની કામના સાથે જોડાયેલો છે. આ દિવસે લોકો સોનુ-ચાંદી, વાસણ અને અન્ય ઘરેલુ વસ્તુઓ ખરીદી કરે છે. પણ શુ આપ જાણો છો કે  ધનતેરસ પર ઝાડુ ખરીદવાની પરંપરા પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે ? છેવટે સાવરણી જેવી સામાન્ય ઘરેલુ વસ્તુને આ તહેવાર પર ખરીદવી કેમ શુભ માનવામાં આવે છે ? તેના પાછળ કંઈ ધાર્મિક માન્યતાઓ અને લોક પરંપરાઓ પ્રચલિત છે અને શુ છે તેનુ મહત્વ.  

ધનતેરસ પર ઝાડુ ખરીદવુ કેમ શુભ માનવામાં આવે છે ?  

 
હિન્દુ ધર્મમાં સ્વચ્છતાને શુભ્રતા ને સકારાત્મકતા સાથે જોડીને જોવામાં આવે છે. ઘરને સ્વચ્છ રાખવુ ફક્ત દૈનિક જીવનની જરૂરિયાત નથી. પણ ધાર્મિક દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂજા પાઠ તહેવારો અને માંગલિક પ્રસંગો પર ઘરની સાફ સફાઈ કરવાની પરંપરા આ વિચાર સાથે જોડાયેલી છે.  આ જ કારણ છે કે ધનતેરસ પર અનેક લોકો નવી ઝાડૂ ખરીદીને ઘરે લાવે છે. ઝાડૂ ઘરમાંથી ધૂળ-માટી અને ગંદકી હટાવે છે.  પ્રતિકાત્મક રૂપથી તેને નકારાત્મકતા નએ દરિદ્રતાને દૂર કરવા સાથે પણ જોડવામાં આવે છે.  
 

માતા લક્ષ્મી સાથે સાવરણીનો શુ છે સંબંધ ?  

ધાર્મિક માન્યતાઓમાં, દેવી લક્ષ્મીને ધન, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સુખાકારીની દેવી માનવામાં આવે છે. દિવાળીના પ્રસંગે, ઘરોની સફાઈ કરવામાં આવે છે અને તેમના સ્વાગત માટે મુખ્ય પ્રવેશદ્વારને શણગારવામાં આવે છે. આ પરંપરા સાવરણીને સ્વચ્છતા અને સમૃદ્ધિ સાથે પણ જોડે છે. એવું માનવામાં આવે છે કે ઘરને સ્વચ્છ રાખવાથી શુભ વાતાવરણ બને છે અને પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

ધનતેરસ પર નવી સાવરણી ખરીદવાની પરંપરા કેવી રીતે જોડાઈ ?  

ધનતેરસને ખરીદી માટે શુભ દિવસ  માનવામાં આવે છે. પરંપરાગત રીતે, લોકો એવી વસ્તુઓ ખરીદે છે જે લાંબા સમય સુધી ચાલે છે. સાવરણી એ ઘરની રોજિંદી જરૂરિયાત છે. તેને ખરીદવાને સ્વચ્છતા, વ્યવસ્થા અને સમૃદ્ધિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ ધનતેરસ પર ઘરે નવી વસ્તુઓ લાવવાની પરંપરા સાથે જોડાયેલુ છે.
આગળનો લેખ
Dhanteras 2026- ધનતેરસ પૂજા સામગ્રી / Dhanteras puja samagri list