સંબંધિત સમાચાર
- શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15થી 17 ડિસેમ્બર સુધી ભારતનો પ્રવાસ
- Zakir Hussain Net worth- પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત Zakir Hussain જાણો પાછળ કેટલી મિલકત છોડીને ગયા ?
- Winter Weather: દિલ્હી-NCRમાં કોલ્ડ વેવ એલર્ટ, 17 અને 18 ડિસેમ્બરે ભારે વરસાદની ચેતવણી
- ગુજરાતમાં નકલી નોટો ભરેલી બેગ મળી, 3 તસ્કરોની ધરપકડ
- Aaj Nu Rashifal 16 December 2024 - ગ્રહો અને નક્ષત્રોની ચાલ આજે આ 3 રાશિઓને કરાવશે આર્થિક લાભ, જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનાં હાલ
Nirbhaya Case- 16 ડિસેમ્બરે દિલ્હીમાં બની ચોંકાવનારી ઘટના, 12 વર્ષમાં શું બદલાયું?
Nirbhaya Case - વર્ષ 2012માં 16 ડિસેમ્બરની રાત્રે 23 વર્ષીય પૈરામેડિકલ વિદ્યાર્થીની સાથે દક્ષિણ દિલ્હીમાં એક ચાલુ બસમાં જઘન્ય રીતે સામુહિત દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ અને તેના એક મિત્ર સાથે બસમાંથી બહાર ફેંકવામાં આવી હતી.
16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીના શિયાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. બસમાં આવેલા છ ગુનેગારોએ એક છોકરી પર નિર્દયતાથી અત્યાચાર કર્યો અને તેણીને રસ્તાના કિનારે અડધી મૃત હાલતમાં છોડી દીધી. થોડા દિવસો પછી છોકરીનું અવસાન થયું.
નિર્ભયા કેસ પછી, કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમ કે બળાત્કારની વ્યાખ્યામાં ફેરફાર, સગીરો સામે કડક સજા અને બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ. પરંતુ 12 વર્ષ પછી પણ મહિલાઓ સામેના ગુનાઓમાં ખાસ ઘટાડો થયો નથી. 2012 થી, બળાત્કારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને દોષિત ઠેરવવાના દરમાં કોઈ સુધારો થયો નથી.
2012 પહેલા દર વર્ષે સરેરાશ 25 હજાર રેપના કેસ નોંધાતા હતા, પરંતુ 2013 પછી આ આંકડો વધીને 30 હજારથી ઉપર થઈ ગયો. 2016માં આ આંકડો 39 હજારની આસપાસ હતો. 2022 માં દેશભરમાં કુલ 31,516 બળાત્કારના કેસ નોંધાયા હતા, જેનો અર્થ એ છે કે દરરોજ સરેરાશ 86 બળાત્કારના કેસ નોંધાયા હતા, જેમાં આરોપીઓ મોટાભાગે પીડિતાના પરિચિતો છે.
