રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (20:24 IST)

IPL 2022 માં બનશે 2 નવી ફ્રેંચાઈજી લખનૌ અને અમદાવાદ, આરપીએસજી ગ્રુપ અને સીવીસી કેપિટલ રહેશે માલિક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) એ ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની બે નવી ટીમનુ એલાન કર્યુ છે. આરપીએસજી ગ્રુપે 7000 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવીને લખનૌ ફ્રેંચાઈજી મેળવી. જ્યારે કે સીવીસી કૈપિટલે 5200 કરોડ રૂપિયાની બોલી લગાવીને અમદાવાદ ફ્રેંચાઈજી મેળવી. આઈપીએલ 2022 સીઝન માટે બે નવી ટીમો માટે દુબઈના તાજ દુબઈ હોટલમાં સંપન્ન થયેલી બોલીમાં દસ પાર્ટીઓ હાજર રહી. ગોયનક બે વર્ષ માટે પુણે ફ્રેંચાઈજી રાઈજિંગ પુણે સુપર જાયંટ્સ (આરપીએસ)ના માલિક રહ્યા છે. 
 
IPLમાં નવી ટીમો માટે બોલી લગાવવામાં અમદાવાદ અને લખનૌના દાવા મજબૂત દેખાઈ રહ્યા હતા અને એવુ જ  થયું. મહેન્દ્ર સિંહ ધોનીના મેનેજર અરુણ પાંડે દ્વારા પ્રમોટ કરાયેલ રિતિ સ્પોર્ટ્સે કટક માટે બોલી લગાવી હોવાનું જાણવા મળ્યુ, જો કે તેઓ સ્થળ પર થોડા મોડા પહોચ્યા અને મોડા ટેન્ડર સબમિટ થવાને કારણે તેની નિવિદા રજ કરવામાં આવ્યુ હોવાથી તેમની બોલીને છેવટે નામંજૂર કરવામાં આવી હતી. 
 
નવી ટીમ ખરીદવામાં માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ દ્વાર રસ દર્શાવવાને કારણે, બીસીસીઆઈએ ટેન્ડરની તારીખ લંબાવી હતી. એવું માનવામાં આવી રહ્યુ હતું કે હરાજી પ્રક્રિયાની શરૂઆત થયા બાદથી જ દરેક ફ્રેન્ચાઇઝીને 7000 કરોડ રૂપિયાથી 10,000 કરોડ રૂપિયા મળવાની આશા છે. 22 કંપનીઓએ રૂ.10 લાખ રૂપિયાના ટેન્ડર દસ્તાવેજ લીધા હતા. નવી ટીમો માટે બેઝ પ્રાઇઝ 2000 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.