સંબંધિત સમાચાર
- IPL 2023 માં મુંબઈ ઈંડિયંસની તાકત થઈ અડધી, સીઝનની વચ્ચે જ બહાર થયો કપ્તાન રોહિતનો આ ઘાતક બોલર
- WTC Final : ટીમ ઈંડિયાનુ એલાન, રોહિત શર્માની કપ્તાનીમાં આ ખેલાડીઓને મળ્યુ સ્થાન
- IND vs SL: ભારતીય ટીમમાં ચુપચાપ રીતે થયો મોટો ફેરફાર, ખેલાડીઓની વાયરલ તસવીરે ખોલ્યું રહસ્ય
- IND vs AUS: રોહિતે ટીમ ઈન્ડિયાની વાપસી કરાવી, T20 શ્રેણી 1-1થી બરાબર
- Asia Cup 2022 પહેલા ભારતીય ટીમનો થશે ફીટનેસ ટેસ્ટ, BCCI એ કહ્યુ NCA પહોચો
Indian Team Jersey - ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ
Photo : Instagram
Indian Team Jersey- ભારતે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી ગઈ છે.
ભારતીય ટીમને 7 થી 11 જૂન દરમિયાન ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી પહેરશે.
એડિડાસ ઈન્ડિયાએ પોતાના ટ્વિટર પર જર્સી લૉન્ચ કરવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાની જર્સી ટ્રેનની ઉપર હવામાં લટકતી હોવાનું કહેવાય છે.ભારતની નવી ટેસ્ટ જર્સીના ખભા પર ત્રણ કાળી પટ્ટીઓ છે જે એડિડાસની જર્સીમાં સામાન્ય છે.આ કંપનીના લોગોમાં પણ ત્રણ લાઈન છે. તે જ સમયે, T20 અને ODI ટીમની જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે.

