સંબંધિત સમાચાર
- Champions Trophy 2025 - ભારત-પાકિસ્તાન મેચની આ દિવસે મળશે ટિકિટ, ICC કર્યુ એલાન
- Video - કોલ્ડપ્લે કોન્સર્ટમાં ગુંજી ઉઠ્યુ વંદે માતરમ... ક્રિસ માર્ટિને બુમરાહ માટે બનાવ્યુ સોંગ, બોલ્યા - ઈગ્લેંડની વિકેટ લે છે ગમતુ નથી
- ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારતની જર્સી પર નહી લખાય પાકિસ્તાનનુ નામ, BCCI થી PCB નારાજ
- Champions Trophy 2025 માટે ભારતીય સ્ક્વૉડનુ એલાન, જાણો કોણ છે વાઈસ કેપ્ટન, બુમરાહ પર સસ્પેંસ ખતમ
- Champions trophy- ચેમ્પિયન્સ ટ્રોફીની લડાઈ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ચાલો તે ત્રણ ખેલાડીઓ પર એક નજર કરીએ જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, આ ધાકડ બોલરે જયસ્વાલને કર્યો રિપ્લેસ
Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના ફેંસ માટે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર છે. BCCI એ આ માહિતી આપી. BCCI ના જણાવ્યા અનુસાર, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેમને શરૂઆતમાં કામચલાઉ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
NEWS
— BCCI (@BCCI) February 11, 2025
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.
Other squad updates ???? #TeamIndia | #ChampionsTrophy https://t.co/RML5I79gKL
ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ભારતની અપડેટ કરેલી ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
નોન-ટ્રેવેલિંગ સ્બસ્ટીટયુટ : યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે. જરૂર પડ્યે ત્રણેય ખેલાડીઓ દુબઈ જશે.

