સંબંધિત સમાચાર
- IND vs BAN : ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડનારા ભારતનું રન મશીન રોહિત શર્મા, જેમની બેટિંગ પર કેપ્ટન પણ ફિદા છે
- LIVE IND vs BAN WC 2019: ભારતની 4 વિકેટ, ધોની અને રિષભ પંત ક્રિઝ પર
- IND Vs BAN: મિડલ ઓર્ડર અને ઇજાગ્રસ્તોની સમસ્યા વચ્ચે ભારત-બાંગ્લદેશ વચ્ચે ટક્કર
- સફેદ કે લાલને બદલે ગુલાબી દડાના ઉપયોગનું કારણ શું?
- કેટલા દિવસમાં બને છે એક પિંક બૉલ ... હાથથી સિવવાથી લઈને ચામડાની રંગાઈ સુધી
IND vs BAN, Day-Night Test Match - ભારતે પ્રથમ દાવ કર્યો ડિકલેર, બાંગ્લાદેશ પર 241 રનની બનાવી બઢત
કપ્તાન વિરાટ કોહલીની સદીને કારણે ભારતે ડે નાઈટ ટેસ્ટના બીજા દિવસના અંત સુધી બાંગ્લાદેશ વિરુદ્ધ અહી ઈડન ગાર્ડંસ પર 347 રન બનાવીને પોતાનો પ્રથમ દાવ જાહેર કરી દીધો. જેને કારણે ભારત પાસે હવે એક દાવથી જીતવાની સોનેરી તક છે. ભારતે પહેલા જ દિવસે બાગ્લાદેશના પ્રથમ રમતને 106 રન પર સમેટાવી દીધી હતી.
ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં બોલર્સનાં દમ પર બાંગ્લાદેશની પહેલી ઈનિંગ 106 રન પર ઓલ આઉટ કરી દીધું છે. તે બાદ પહેલા દિવસનો ખેલ ખતમ થતાં શુક્રવારે 3 વિકેટ પર 174 રન બનાવી લીધા હતા જેનાથી યજમાન ટીમને 68 રનની લીડ મળી ગઈ હતી. બીજા દિવસે વિરાટે ઈનિંગની 68મી ઓવરના ત્રીજા બોલમાં બે રન દોડીને પોતાની સદી પૂરી કરી હતી.
વિરાટ પિંક બોલથી સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. આ સદીથી વિરાટે કેપ્ટન તરીકે સેન્ચુરી ફટકારી પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પણ પાછળ પછાડી દીધો છે. કેપ્ટન તરીકે આ તેની 20મી ટેસ્ટ છે. જો કે આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથ ટોપ પર છે. જેણે કેપ્ટન તરીકે 109 ટેસ્ટ મેચોમાં 25 સદી ફટકારી હતી.

