webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
  4. Without mask selfie punishable

માસ્ક પહેર્યા વિના સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં મુકશો તો દંડાશોઃ રાજકોટ પોલીસ કમિશનર

Without mask selfie punishable
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં માસ્ક પહેર્યા વગર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો તો દંડ ફટકારવામાં આવશે. ફરજિયાત માસ્કની અમલવારી કરાવવા સાયબર સેલની ટીમ એક્ટિવ કરવામાં આવી છે. તેમજ આઇવે પ્રોજેક્ટ હેઠળ માસ્ક પહેર્યા વગર જણાશો તો ઘરે ઇ-મેમો આવી જશે.  જાહેરમાં અને રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળનારા લોકો પાસેથી અત્યાર સુધી કોર્પોરેશન અને કલેક્ટ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી. પરતું હવે આ કાર્યવાહી પોલીસને પણ સોંપી છે. આથી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં અલગ અલગ જગ્યા પર આજે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 324 લોકો પાસેથી 64800નો દંડ વસુલવામાં આવ્યો છે. 
ये भी पढ़ें
ભારત-ચીન સીમા વિવાદ/ અમારો માર્ગ પૂર્ણ થતા જ ચીનને વધુ જવાન ગોઠવવા પડશે તેનો જ આ ગુસ્સો છે