બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 18 જુલાઈ 2021 (15:00 IST)

Corona Third Wave - કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહીનામાં દરરોજ મળશે કોરોનાના 1 લાખ નવા કેસ

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના પ્રોફેસર અને વૈજ્ઞાનિક સમીરન પાંડા આગાહી કરી છે કે કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં દરરોજ મળશે કોરોનાના 1 લાખ નવા કેસ. લોકડાઉનમાં છૂટ અને પર્યટન સ્થળો પર જોવા મળી રહેલ ભીડ સૂચવે છે કે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે. 
 
ઓગસ્ટ મહિનામાં આવશે ત્રીજી લહેર 
કેરળમાં છેલ્લા 5 દિવસથી કોરોનાના એક્ટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મણિપુરમાં 10 દિવસનુ સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હજી પૂરી થઈ નથી, કે ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનમાં રાહત અને હિલ સ્ટેશનમાં ઝડપથી વધી 
રહેલી ભીડ જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે બધું સામાન્ય થઈ ગયું છે, પરંતુ તે એવું નથી. લોકોની બેદરકારીને લીધે દેશની પરિસ્થિતિ 
 
ઝડપથી કથળી રહી છે. ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર સમીરન પાંડાએ આશંકા વ્યક્ત કરી છે કે કોવિડ -19 (COVID-19)ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં જ ભારતમાં આવશે. તેનો અંદાજ લાગવાયો છે કે તે સમયે દરરોજ આશરે 1 લાખ કેસ સામે આવશે.
 
પ્રોફેસર પાંડાએ કહ્યું કે, અત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે એવું કહી શકીએ કે ત્રીજી લહેર આવી ગઈ છે. ત્રીજી લહેરને રોકવી હોય તો લોકોએ આજથી જ લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચવું જોઈએ અને માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેંસિંગનો પાલન ફરજિયાત કરવો.