ગુરુવાર, 13 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 10 નવેમ્બર 2025 (16:31 IST)

Dharmendra's condition gets critical - બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક, શ્વાસ લેવામાં તકલીફ થતા વેંટિલેટર પર અભિનેતા

ધર્મેન્દ્ર
Dharmendra Deol Health Update - બોલીવુડના હીમેન કહેવાતા સીનિયર અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખૂબ નાજુક છે અને તેમને વેંટિલેટર પર મુકવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની હેલ્થ ઘણા સમયથી ઠીક નથી અને મુંબઈના બ્રીંચ કૈંડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આજે તેમને શ્વાસ લેવામાં તકલીફ પછી વેંટિલેટર પર મુકવામાં આવ્યા. જ્યા તેમની તબિયત બગડતી જઈ રહી છે. ધર્મેન્દ્રની ફેમિલી હોસ્પિટલમાં છે. જ્યારે કે તેમની પુત્રીઓને US થી બોલવવામાં આવી છે. કેટલીક જગ્યાએ તેમના નિધનના સમાચાર પણ આવી રહ્યા છે. જો કે ઓફિશિયલ સોર્સેઝથી આવી કોઈ સૂચના નથી. ફેંસ તેમની લાંબી વયની પ્રાર્થના કરી રહ્યા છે.