Cyclone Tauktae - સિતારાઓ ફોટા-વીડિયો પોસ્ટ કરી જોવાયા મુંબઈની તબાહીનો મંજર કહ્યુ ભયાનક છે
મહારાષ્ટ્રમાં સોમવારે ચક્રવાતી તોફાન તાઉ તેનો અસર જોવા મળ્યો. દેશ પહેલાથી જ કોરોના મહામારીથી લડી રહ્યુ છે આ વચ્ચે તોફાનએ વધુ તબાહી મચાવી દીધી છે. મુંબઈથી આવી ફોટા અને વીડિયોજ જોઈ
નુકશાનનો અંદાજો લગાવી શકાય છે. આ વચ્ચે બૉલીવુડના ઘણા સિતારાએ ચિંતા જાહેર કરી છે અને બધા નગરિકોથી એક સાથે મદદ માટે હાકલ કરી.
મલાઈકાએ એક ફોટા પોસ્ટ કરી
મલાઇકા અરોરા હંમેશાં તેના કૂતરાને સવારે વૉક માટે નિકળે છે. સોમાવારે વાવાઝોડાને કારણે સર્જાય વિનાશ બાદ મલાઇકાએ સોમવારે એક તસવીર કરી. તેની સાથે તેણે લખ્યુ "આ ભયાનક છે ચાલો બધા મુંબઈના નાગરિકો મળીને એક સાથે જોડાવીએ અને શહરને સાફ કરવામાં બીએમસીની મદદ કરીએ "
શ્રુતિ હાસન એ અનુભવ શેયર કર્યા
અભિનેત્રી શ્રુતિ હાસનએ ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. શ્રુતિ કહે છે કે ક્યારે ખત્મ ન થાય આવો વાવાઝોડું. મારી બારીઓ ઉડતી સ્થિતિમાં છે. તે ખૂબ જ ડરાવનો છે.
ભગવાનનો આભાર છે કે છેલ્લા લોકડાઉનમાં આવુ ન થયું હતું. જ્યારે હુ એકલી હતી.
અમિતાભ બચ્ચનની ઑફિસને પણ નુકસાન થયું
મુંબઇના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે લોકોને ભારે નુકસાન ઉઠાવવો પડ્યું. અમિતાભ બચ્ચનની ઓફિસ પણ તેની ચપેટમાં આવ્યો. અમિતાભે તેના બ્લોગમાં જણાવ્યું હતું કે
તેના ઑફિસ "જનક" માં પાણી ભરાઈ ગયો. આ સમય દરમિયાન, તેની ઑફિસના સ્ટાફના શેલ્ટર પણ ઉડી ગયા હતા. તેમણે લખ્યું કે 'ચક્રવાતની વચ્ચે એક ઉંડો સન્નાટો છે. આખો દિવસ ભારે વરસાદ, ઝાડ પડ્યાં, ચારે
બાજુ પાણીનું લીકેજ, "જનક" ઑફીસમાં પાણી ભરાયું, ભારે વરસાદ માટે પ્લાસ્ટિકના કવરશીટ... ફાટી ગયા. કેટલાક સ્ટાફ માટે શેડ્સ અને શેલ્ટર્સ ઉડ્યા. બધા તૈયાર છે, બહાર નીકળો, ઠીક કરો, ભીની હાલતમાં પણ
કામ ચાલી રહ્યું છે.