ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2024 (12:22 IST)

Children's Day Recipes: બાળકો માટે બનાવો હેલ્ધી કોળું અને પનીર પરાઠા, જાણો સરળ રેસીપી

સામગ્રી 
1 કપ લોટ
અડધો કોળું
200 ગ્રામ પનીર 
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી ઘી
1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
1 ચમચી બારીક સમારેલી ડુંગળી
1/4 ચમચી ગરમ મસાલો
1 ચમચી સફેદ તલ
જરૂર મુજબ પાણી
 
બનાવવાની રીત 
- સૌપ્રથમ લોટ બાંધી લો અને તેને બાજુ પર રાખો. બીજી તરફ કોળાને છોલીને બાફી લો.
 
- આ પછી કોળું, પનીર, ડુંગળી, ગરમ મસાલો, મીઠું અને કોથમીર નાખીને મેશ કરો.
 
- કણકના લૂઆ બનાવી લો, તેને રોલ કરો અને તેમાં સ્ટફિંગ ભરો. તેને ફરી વળીને પરાઠા તૈયાર કરો.
 
- તવા પર મૂકતા પહેલા તલ ઉમેરો. ઘી લગાવીને બંને બાજુથી પકાવો. તમારા પરાઠા તૈયાર છે

Edited By- Monica sahu