શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 5 નવેમ્બર 2019 (17:04 IST)

અયોધ્યા વિવાદ : મધ્યસ્થતા નિષ્ફળ, હવે 6 ઑગસ્ટથી સુનાવણી, શું છે સમગ્ર મામલો?

અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે 6 ઑગ્સ્ટથી ખુલી અદાલતમાં સુનાવણી થશે.

આ સાથે જ કોર્ટે કહ્યું છે કે મધ્યસ્થતા કરનારી સમિતિ સફળ થઈ નથી. રામજન્મભૂમિ મામલા પર બનાવવામાં આવેલી સમિતિમાં સહમતી બની શકી નથી.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ 8 માર્ચના રોજ રચવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ હતા.

હિંદુ અને મુસ્લિમ પક્ષકારો વચ્ચે સહમતિ બનાવવા માટે અયોધ્યા મધ્યસ્થતા સમિતિને 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

અલાહાબાદ હાઈકોર્ટે આપેલા 2010માં આ મામલે આપેલા ચુકાદા પર હવે દરરોજ સુનાવણી થશે.

આ સમિતિએ બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો.