સંબંધિત સમાચાર
- ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતાએ કહ્યું, 'અમને પણ મારી નાખે તો શું થયું?'
- જલમય વડોદરામાં આજે પણ ભારે વરસાદની આગાહી
- #HerChoice: 'હું સોશિયલ મીડિયા પર પુરુષો સાથે કરું છું ફ્લર્ટિંગ'
- ઉન્નાવ બળાત્કાર કેસ : ભાજપે કુલદીપ સેંગરને પક્ષમાંથી બહાર કાઢ્યા
- વડોદરામાં વરસાદને લીધે પૂર આવ્યું કે વિશ્વામિત્રી નદીને કારણે?
રામજન્મભૂમિ વિવાદ ના ઉકેલી શકી મધ્યસ્થા સમિતિ
અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલામાં મધ્યસ્થી કરનારી સમિતિએ સુપ્રીમ કોર્ટને બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સમિતિ વિવાદને ઉકેલવામાં અસમર્થ રહી છે.
સમિતિએ પોતાના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે પેનલના તમામ સભ્યો વિવાદના ઉકેલ માટે સર્વસંમતિ પર પહોંચી શક્યા નથી.
અખબાર પોતાના રિપોર્ટમાં લખે છે કે આ રીતે મધ્યસ્થા માટે આપવામાં આવેલા 155 દિવસો બેકાર જતા રહ્યા.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ 8 માર્ચના રોજ રચવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ હતા.
