મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું અમદાવાદમાં કોરોનાના વધુ કેસ આવવાનું કારણ
અમદાવાદમાં કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદમાં નોંધાયેલા કેસ માટે તેમને વધુ વસ્તી અને ત્યાં કરવામાં આવી રહ્યા વધુ ટેસ્ટ જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ગત દિવસની જેમ વધુ એક દિવસ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ શકે છે. કારણ કે, કોટ વિસ્તારમાં 90 ટકા સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
લેવામાં આવેલા સેમ્પલ ટેસ્ટ થયા પછી આગામી દિવસોમાં કેસની સંખ્યા ઘટાડો નોંધાશે. તેમને કહ્યું કે, તંત્ર દ્વારા કોરોના ના કેસ શોધવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને આજ કામગીરીના કારણે 70 ટકા કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના વધતા કેસના કારણે લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. પરંતુ, તે અંગે મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ છે કે, સામે આવતા કેસ માટે ગભરાવાની જરૂર નથી, આ કેસ સામે આવવાનું કારણ કરવામાં આવતા વધુ ટેસ્ટ છે.
અમદાવાદમાં અન્ય રાજ્યની તુલનામાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની તુલનાએ અમદાવાદના ટેસ્ટ અઢી ગણા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિજય નહેરાએ કહ્યું હતું કે, શહેરના હોટસ્પોટ વિસ્તામાંથી જ 90 ટકા કેસ સામે આવ્યા છે.