બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 એપ્રિલ 2020 (14:08 IST)

અમદાવાદમાં કોરોનામાંથી સ્વસ્થ થનારાઓનું પ્રમાણ 16 ટકા, રાજ્યમાં માત્ર 9 ટકા

અમદાવાદમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 5 લોકો સાજા થઈ જતાં તેમને રજા આપી દેવાઈ છે. એક મહિલા અને એક પુરુષની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ બંને વ્યક્તિ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમને વેન્ટિલેટર પર રખાયા છે. ગુરુવારે શહેરમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ સિવિલમાં બુધવારે મોડી રાત્રે દાખલ કરાયેલા દસ્ક્રોઈના સિંગરવા ગામના  11 માસના બાળકનું મૃત્યુ થયું હતું. કોરોના શંકાસ્પદ લાગતા તેના સેમ્પલ લેવાયા હતા. જો કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ગુરુવારે 13 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી તરફ અમદાવાદ માટે સારા સમાચાર એ છે કે, કુલ 31 પોઝિટિવ કેસમાંથી પાંચ લોકો સાજા થઈ ગયા છે જેમને રજા આપી દેવાઈ છે. રાજ્યની તુલનામાં ટકાવારીની દૃષ્ટિએ આ સંખ્યા બે ગણી વધુ છે. અમદાવાદને બાદ કરતાં રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 56 છે જેમાંથી 5 દર્દી સાજા થતાં રજા અપાઈ છે.