સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 મે 2020 (09:13 IST)

અમદાવાદમાં શરતો પ્રમાણે કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

લોકડાઉનને 50 દિવસ થઈ ગયા હોવાછતાં શહેરમાં કોરોના કાબૂમાં આવતો નથી. શહેરમાં 10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોરોનાના 268 નવા કેસ સામે આવ્યા છે અને 19ના મોત થયા છે જ્યારે 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં 6086 કેસો અને મૃત્યુઆંક 400 થયો છે. જ્યારે 1482 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટ પોઝિટીવ આવ્યોઅમદાવાદ શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને શાકભાજી અને મેડીકલ તેમજ કરીયાણાની દુકાનદારોથી વાઇરસ ફેલાય છે. જેને લઈ બોપલ અને ઘુમામાં શાકભાજી અને દુકાનદારોને મેડિકલ ચેકઅપ કરી ફોટો સાથે હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેમાં અલગ અલગ તારીખે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. 12 અને 13 તારીખે મેડિકલ સ્ટોર્સધારકો, 14 અને 15 તારીખે દૂધની દુકાનવાળા, 15 અને 16 તારીખે કરીયાણા ની દુકાનવાળા અને 17તારીખ થી શાકભાજીની લારી વાળાનું સ્ક્રિનિંગ કરી કાર્ડ આપવામાં આવશે.