સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By ધર્મેન્દ્ર સુથાર|
Last Modified: મંગળવાર, 12 મે 2020 (21:25 IST)

કોરોના લોકડાઉન કે બ્રેકડાઉન

વિશ્વભરની મહાસતાઓ અને નાના મોટા દેશો આજે કોરોના વાયરસની મહામારી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.રોજેરોજ કોરોનાથી સંક્રમિત  અને જીવ ગુમાવનાર લોકોની ગણતરીના આંકડા વધતા જોઈ જનતામાં એક ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની મહાસત્તાઓ  પાસે આ મહામારીનો કોઈ સચોટ ઉપાય નથી મતલબકે  કોઈ ચોક્કસ દવા કે રસી નથી શોધાઈ એ એક વધારે ચિંતા અને ભયનો વિષય છે.આજે એનાલીધે મોટા મોટા કહેવાતા દેશોમાં  આ મહામારીથી થતા મૃત્યુના આંકડાઓ ડરાવી દે એટલી હદે પહોંચી ગયા છે. દરેક દેશ અને દુનિયાના વહીવટકર્તાઓને એકજ માર્ગ દેખાયો

લોકડાઉન.તમામ દેશોએ જનતાને પોતપોતાના ઘરોમાં લોકડાઉન કરવાનુ નક્કી કર્યુ.દરેક વ્યક્તિને એકબીજાથી દુર રાખવા,જેને નામ આપ્યુ "સોશ્યલ ડિસ્ટન્સિંગ".એકબીજાથી અમુક અંતરે  દુરી બનાવી રાખવી નજદિક નહી આવવુ.આ સિવાય વર્તમાન સમયમાં કોઈજ સચોટ ઉપાય જણાયો નહીં. 
 
             આપણા દેશની વાત કરીએતો  સરકાર શ્રી દ્વારા જનતાની તંદુરસ્તિ જળવાય અને મહામારીનો વધારે ફેલાવો ન થાય તેને ધ્યાનમાં રાખી ત્રણ તબક્કામાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ .જનતાને ઘરમાં લોક કરવામાં આવી,ત્રણે તબક્કાના કુલ પચ્ચાસ દિવસ થયા. કામકાજ ધંધા રોજગાર જેવી બધી પ્રવૃતિઓ બંધ કરી જનતા ઘરમાં લોક થઈ ગઈ.એક ડર અને અસુરક્ષાના મહોલ વચ્ચે જનતાએ પુરા પચ્ચાસ દિવસ પસાર કર્યા.આ દિવસોમાં ઘણીવાર અંશતઃ લોકડાઉન જોવા મળ્યુ અને અમુક દિવસોમાં સંપુર્ણ લોકડાઉન જોવા મળ્યુ તે દરમ્યાન અમુક ચીજવસ્તુઓ બજારમાં મળી તો અમુક ખલાસ થઈ ગઈ અને જનતાએ તેવી વસ્તુઓ વગર ચલાવી લીધું.આ સમયમાં અમુક મધ્યમ વર્ગના લોકોના ઘરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખલાસ થઈ ગઈ અને તેઓને લોકડાઉનથકી પૈસાની આવક બંધ હોવાને કારણે મુશકેલીમાં દિવસો પસાર કરવા પડ્યા છે.ઘણા પરિવાર એવા જોવા મળ્યાકે દુધ લાવવાના ફાંફા હતા આવા મુશ્કેલીમાં દિવસો પસાર કર્યા.જનતામાં ચર્ચાનો એકજ વિષયછે ક્યારે આ મુશ્કેલીમાંથી બહાર આવીશુ.
              જીવન ની રફતાર એકદમ થંભી ગઈ .જાણે દોડતા જીવન ની ગાડી પાટા પરથી ઉતરી ગઈ. એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ દોડતી જીંદગી રૂપી ગાડી બ્રેકડાઉન થઈ ગઈ અને અડધા રસ્તે અટવાઈ પડી.જનતાએ સમજવું પડશે કે સમયથી બલવાન કોઈ નથી ,સમયજ આનો ઉપાય છે.દવા પણ શોધાશે,રસી પણ શોધાશે આ મહામારી સામે આપણે જંગ જીતશુ.અને જીવન ની ગાડી પાછી પાટા પર દોડતી કરીશુ.  ફક્ત જરૂરછે આપણે સમજદારી અને મહામારીની ગંભીરતાને સમજી સરકારશ્રીના નિર્ણયો ને અનુસરી સરકારને સાથ આપી સર્વ જનતાએ એકતા જાળવવાની. કોરોના મુક્ત ભારત બનાવીશુ.
                             જયહિંદ જયભારત