રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By મિતેશ મોદી|
Last Modified: મંગળવાર, 12 મે 2020 (21:34 IST)

પોલીસને સહયોગ આપો, જાતે જ લોકડાઉનનો અમલ કરો - ગાંધીનગર ગ્રાઉંડ રિપોર્ટ

સમગ્ર જિલ્લામાં કુલ- ૮૪ કોરોના વાયરસના પોઝિટીવ કેસોમાં ૫૯.૫ ટકા કેસ એડમીટ છે. ૩૪.૫ ટકા કેસ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૫.૯૫ કેસ મૃત્યૃ પામ્યા
ગાંધીનગર જિલ્લાના નાગરિકોના મનમાં સતત કોરોના વાયરસના કેસોનું કાઉન ડાઉન છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલી રહ્યું હતું. આજે કેટલા નવા કેસો આવ્યા અને કુલ કેસો જિલ્લામાં થયા તેના આંક પર સૌ કોઇની નજર રહેતી હતી. આજે અચાનક તા.૧૧મી મે, ૨૦૨૦ ના ૫.૦૦ કલાક થી આજે સાંજના ૫.૦૦ કલાક સુધીમાં એક પણ કોરોનાનો પોઝિટીવ કેસ મળ્યો નથી. તેમજ એક પણ કોરોના ગ્રસ્ત દર્દીનું મૃત્યૃ કોરોના વાયરસથી થયું નથી. તેમજ ૯ દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતી જતા તેમને ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા છે. 
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ કોરોનાનો પોઝિટીવ કેસ મળ્યો નથી. તેમજ એક પણ મૃત્યૃ થયું નથી અને નવ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં અત્યારસુધીમાં કુલ- ૮૪ કોરોનાના પોઝિટીવ કેસ છે. જેમાં ૫૦ સ્ટેબલ છે. ૨૯ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ ૫ વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. ગાંધીનગર જિલ્લાના તાલુકાવાર કોરોનાના કેસો પર નજર નાખીએ તો ગાંધીનગર તાલુકામાં કુલ- ૪૪ કોરોનાના પોઝિટીવ કેસ છે. જેમાંથી ૨૪ એડમીટ છે. ૧૮ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને બે વ્યક્તિઓનું મૃત્યૃ થયું છે. તેમજ માણસા તાલુકામાં કુલ- ૭ કોરોનાના પોઝિટીવ કેસ છે. જેમાં ૩ એડમીટ છે. ૪ વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કલોલ તાલુકામાં કુલ- ૨૧ કોરોનાના કેસો મળ્યા છે. જેમાં ૧૬ એડમીટ, ૩ ડિસ્ચાર્જ અને બે ના મૃત્યૃ થયા છે. દહેગામ તાલુકામાં કુલ- ૧૨ કોરોના કેસ મળ્યા હતા. જેમાં ૭ એડમીટ, ૪ ડિસ્ચાર્જ અને એક નું મૃત્યૃ થયું છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ- ૮૪ કોરોના વાયરસના પોઝિટીવ કેસોમાં ૫૯.૫ ટકા કેસ એડમીટ છે. ૩૪.૫ ટકા કેસ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૫.૯૫ કેસ મૃત્યૃ પામ્યા છે. 
 
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ- ૧૫૧૫ વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૧૩૮૨ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન, ૬૬ વ્યક્તિઓને સરકારી ફેસિલટીમાં કોરોન્ટાઇન અને ૬૭ વ્યક્તિઓને ખાનગી ફેસીલીટીમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ- ૧૬૪૨ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાં ૮૪ પોઝિટીવ અને ૧૫૫૮ નેગેટીવ કેસ મળ્યા છે.