રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (13:12 IST)

અમદાવાદ આજે 609મો સ્થાપના દિન ઉજવશે

માણેકચોકના ગુરૂ માણેકનાથના મંદિરે શ્રધ્ધાંજલી આપીને તથા વર્ષ 1411 માં  જ્યાં અમદાવાદનો પાયો નખાયો હતો. તે માણેક બુર્જ ખાતે ધ્વજ પૂજા કરીને અમદાવાદ શહેરનો 609મો સ્થાપના દિન આજે બુધવાર, તા. 26 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે.  
 
નાથ પંથના 84 સિધ્ધ ગુરૂઓમાં સ્થાન ધરાવતા ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ મેળવીને એહમદશાહ બાદશાહે તા. 26મી ફેબ્રુઆરી, 1411ના રોજ માણેક બુર્જ ખાતે શહેરનુ નિર્માણ ચાલુ કર્યુ હતું. ગુરૂના આશિર્વાદથી અમદાવાદ શહેર વિકસતુ જાય છે અને સમૃધ્ધ બનતુ જાય છે.
અમદાવાદના મેયર બીજલબેન પટેલ અને માણેકનાથજીની ગાદી અને નાથ પરિવારના  13મા મહંત ચંદનનાથજી ધ્વજ પૂજા કરીને તથા ફૂલહાર કરીને ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ મેળવશે.
ગુરૂ માણેકનાથજીના મંદિરે સવારે 8-15 કલાકે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને એ પછી 9-00 કલાકે ધ્વજ પૂજા યોજાશે.
 
અમદાવાદ એક અનોખુ  શહેર છે કારણ કે મોટાભાગના શહેરોમાં લોકોનેએ પણ ખબર નથી કયા સ્થળે શહેરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવાં પણ ખૂબ ઓછાં શહેર છે કે જેના વારસો પોતાના પૂર્વજોના તહેવારો અને પરંપરાને જાળવી રહ્યા છે.