બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (11:17 IST)

Happy Birthday Ahmedabad- 609મો સ્થાપના દિવસ

Happy Birthday Ahmedabad 
આજે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ છે. આજથી ઠીક 609 વર્ષ પહેલા અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. ત્યારે અમદાવાદના સ્થાપના દિનને નિમીતે મેયર અને ઉચ્ચ હોદ્દેદારો નિરાધાર બાળકો સાથે ઉજવણી કરશે. આટલા વર્ષો બાદ પણ આજે અમદાવાદનો ઈતિહાસ તમને ધબકતો જોવા મળે છે. આધુનિકતા તરફ વળેલા અમદાવાદના કેટલાક અંશો અને કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આજે પણ આપને પહેલાના ઈતિહાસની ઝાંખી જોવા મળે છે.



અમદાવાદ વિષે અનેક દંતકથાઓ છે. એમાંની એક એ છે કે અહમદશાહ બાદશાહ પોતાના કૂતરાઓ લઈને શિકાર પર જતા હશે અને સસલું બાદશાહના કૂતરાની સામે થઈ ગયું હતું. બાદશાહને આ જગ્યામાં દમ હોય એમ લાગ્યું એટલે અહીં શહેર વસાવવાનું નક્કી કર્યું. 
 
અમદાવાદીઓ વિશે કહી શકાય કે તે પૂ. બાપુના કરકસરના સિદ્ધાંતને સાચી રીતે આચરણમાં લાવ્યા છે  આ માટે અમદાવાદીઓને ખોટી રીતે કંજૂસ તરીકે બદનામ કરવામાં આવ્યા છે. જોકે અત્યારનું અમદાવાદ અને અમદાવાદીઓ બદલાઈ ગયા છે.  અમદાવાદીઓ સસ્તું સારું અને નમતું શોધે એવું મનાતું. અમદાવાદીઓની કરકસર  વિષે અનેક ખોટા અને બદનક્ષીભર્યા જોક્સ બન્યા છે  જુના અમદાવાદીઓ એએમટીએસ બસમાં પાંચ પૈસા બચાવવા એક સ્ટેન્ડ આગળ ઉતરી જતા. આજકાલ તો લો ગાર્ડનમાં મોટામોટા મહાનુભવો ચાલવા માટે કાર લઈને આવે છે. અમદાવાદ આટલું બદલાઈ ગયું છે