રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (23:00 IST)

એક એવી માળા જેને ધારણ કરવાથી મોટા મોટા રોગ થશે દૂર

આપણા હિન્દુ ધર્મમાં તિલક અને કંઠી માળા પહેરવા પર જોર આપવામાં આવે છે. આ ઉપરાંત  ઘણી એવી માળાઓ પણ છે જે વ્યક્તિ કોઈને કોઈ ઉદ્દેશ્યથી ધારણ કરે છે. તુલસી, માતા, રુદ્રાક્ષ, સ્ફટીક, ચંદન વગેરે અનેક પ્રકારની માળાઓ હોય છે. જેના લાભ પણ જુદા જુદા હોય છે.  પણ શુ તમારામાંથી કોઈ એ જાણે છે કે એક એવી માળા પણ છે જેને ધારણ કરતા જ એક કે બે નહી પણ એકસાથે અનેક દેવી-દેવતાની દિવ્ય શક્તિઓ મદદ કરવા માંડે છે.  આ માળાને ધારણ કરતા જ જીવનમાં અનેક પ્રકારના ચમત્કાર થવા માંડે છે.  આવો જાણીએ તેના વિશે.. 
 
 
જ્યોતિષ મુજબ આ ચમત્કારી માળાનુ નામ છે શિવ શક્તિ રક્ષા કવચ કંઠ માળા અને આ માળા એક મુખી રૂદ્રાક્ષ લઈને 14 મુખી અને ગૌરી શંકર રૂદ્રાક્ષ સાથે મિક્સ કરીને બનાવાય છે.   ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી પ્રભાવશાળી અને ચમત્કારિક ઉપાય ઉક્ત માળાને ધારણ કરવી પણ માનવામાં આવે છે.   આમ પણ રૂદ્રાક્ષને ખુદ ભગવાન શિવનુ સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે.  રૂદ્રાક્ષથી બનેલ આ કંઠ માળા રક્ષા કવચના રૂપમાં પણ કાર્ય કરે છે અને ધારણ કરનારી વ્યક્તિને દરેક પ્રકારની મુસીબતોથી બચાવે છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શિવજી, મંગળ દેવ, ચન્દ્ર, બુધ, અર્ધ્ય નારેશ્વર, ગણેશ, કાર્તિકેય, સપ્તઋષિ, અનંગ દેવતા, નૌદુર્ગા, ભૈરવ, ભગવાન વિષ્ણુ, શ્રીકંઠ અન શ્રી હનુમાન જી સતત રક્ષા કરે છે. 
 
 
લાભ 
 
આને ધારણ કરતા જ અનેક પાપોનો નાશ થવા સાથે જ ભય, ચિંતા, ભૂત પ્રેત અવરોધથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે. 
 
એવુ માનવામાં આવે છે કે તેને પહેરવાથી સ્ત્રી રોગ, ગર્ભ સંબંધી રોગ, સંક્રામક રોગ, આંખો અને કિડની સાથે સંબંધિત બીમારી ચમત્કારોની જેમ દૂર થાય છે.  આ સાથે જ કોઢ, નપુંસકતા, પથરી, કમળો, મૂત્ર રોગ કફ, ફેફડા, હ્રદય રોગ નિરાશા, બેચેની વગેરે રોગ આ માળાને પહેરવાથી ઠીક થઈ જાય છે. 
 
તેના પ્રભાવથી વાસ્તુદોષ પણ દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. 
 
તેને પહેરવાથી જીવનમાં કીર્તિ, માન સનામ, વૈભ્વ અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થવા માંડે છે.