સંબંધિત સમાચાર
- Jaya Parvati Vrat 2024: ક્યારે છે જયા પાર્વતી વ્રત ? જાણો આ વ્રતમાં મીઠાનો ઉપયોગ કેમ વર્જીત છે
- Jaya Parvati Vrat 2024- જયા પાર્વતી વ્રત કયારે છે જાણો શુભ તિથિ મુહુર્ત અને મહત્વ
- જયા પાર્વતી વ્રત 2024 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
- Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત
- દેવશયની અગિયારસના દિવસે ન કરશો આ 11 કામ, નહી તો ફળ નહી મળે
Gauri Vrat 2024- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત
Gauri Vrat 2024- - અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી.
- ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે.
- પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે.
- છાણીયું ખાતર નાંખેલી માટીમાં વાવવામાં આવે છે તેમાં રોજ જળનું સિંચન કરાતું.
- અષાઢી અગિયારસ સુધી સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય છે.
- ત્યાર બાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથા ભગવાન શંકરનેને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજાઅર્ચના કરવામાં આવે છે.
- કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ત્યારબાદ પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરે છે.
Edited By- Monica sahu
