રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Astro Upay- શુક્રવારે ખાશો આ સાત વસ્તુઓ તો પ્રેમ,સુખ અને ધન વધશે

Shukra in eight house
શુક્ર ગ્રહને ભૌતિક સુખ,ધન અને પ્રેમ સંબંધના કારક ગણ્યા છે . આ બધા બાબતોમાં લાભ મેળવવા માટે શુક્રવારે આ 7 વસ્તુઓ ખાશો તો ઘણો લાભ મળે છે. 
 
શુક્રને બળવાન બનાવવા માટે શુક્રવારે ચાંદીના તારને અગ્નિમાં ગરમ કરીને દૂધમાં નાખો અને આ દૂધ પીવો . શુક્ર યૌન વિષયોના કારક ગણાય છે આ વિધિથી દૂધનું  સેવન કરવાથી શુક્રની અનૂકૂળતા મળે છે. 
 
શુક્રવારે રસગુલ્લા પણ ખાવો . આથી જીવનમાં પ્રેમ અને મિઠાસ વધે છે . ગળી વસ્તુમાં ચાંદીના વર્કવાળી મિઠાઈ પણ ખાઈ શકો છો. 
શુક્રને ગળી વસ્તુઓના શોખીન  માનવામાં આવે  છે. આ ચમકીલી  સફેદ વસ્તુઓ પર અધિકાર ધરાવે  છે આથી ભાત અને દૂધથી બનેલી ખીર ખાવ. આથી શુક્ર જે ભૌતિક અને દૈહિક સુખના કારક ગણાય છે આનંદ આપે છે. 
 
શુક્રવારે શેકેલા ચણા અને ગોળ પણ ખાઈ શકો  છો.  
 
આપની અંદર શુક્રના અનૂકૂળ પ્રભાવ વધારવા માટે તમે સફરજન પણ ખાઈ શકો છો. ધ્યાન રાખો કે ફળ ખાટુ  ન હોય.  કારણ કે શુક્રને ખાટી વસ્તુઓ પસંદ નથી. 
pomegranate
દાડમ પણ શુક્ર માટે અનૂકૂળ ગણાય છે.