શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 7 જૂન 2023 (09:17 IST)

Friday Upay- આ સરળ ઉપાયથી ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન થશે

લક્ષ્મી પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક છે. મહાલ્ક્ષ્મી પવિત્ર ઉદ્દેશ્ય , પરિશ્રમ અને મન સાથે સમાજ-હિતને ધ્યાનમાં રાખતા અર્જિત સંપત્તિ કે ધનની દેવી છે. દેવી લક્ષ્મી અભાવોના અંત કરે છે. એમના પૂજનથી જીવન કર્મ, વિચાર અને વ્યવહાર સકારાત્મક બને છે. શાસ્ત્રો મુજબ લક્ષ્મી ઉપાસના કોઈ પણ ખાસ દિવસ 
જેમ કે શુક્રવારે , નવમી , નવરાત્રિ કે અમાવસ્યાની રાત્રિ પર કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ હોય છે. 
જે ભક્ત દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમના માટે સંસારમાં કઈ પણ અપ્રાપ્ય નહી. ગૃહ લક્ષ્મી દેવી ગૃહણીઓ એટલે કે ઘરની મહિલાઓમાં લાજ , ક્ષમા શીલ સ્નેહ અને મમતા રૂપમાં વિરાજમાન હોય છે. શુક્રવાર લક્ષ્મી દેવી માટે ખાસ દિવસ ગણાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા - અર્ચના પુષ્પ ચંદન થી કરી ચોખાની ખીરથી 
ભોગ લગાવાય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. જો તમે ઈચ્છો છો કે તમે ધનમાં બમણો , ત્રિગણુ ચોગણુ વગેરે વૃદ્ધિ કરવી છે તો માતા 
લક્ષ્મીને પ્રસન્ન કરો અને શુક્રવારે આ ખાસ ઉપાય કરો. 
 
* શુક્રવારના દિવસે કાર્યસ્થળ જવાથી પહેલા આ મંત્રનું એક માલા જપ કરો. ‘ॐ હ્રીં ક્રીં ક્લીં શ્રીં મહાલક્ષ્મી મમ ગૃહ ધન પુરય પુરય ચિંતાયૈ દુરય દુરય સ્વાહા" એનાથી ધંધામાં અદભુત લાભ થશે. 
 
* ધનની વૃદ્ધિ માટે શુક્રવારે પીળા કપડામાં પીલી કૌડી અને થોડી કેસર ચાંદીના સિક્ક્સા સાથે બાંધી જ્યાં તમારા પૈસા રાખ્યા હોય છે ત્યાં મૂકવાથી એમનો સારું પ્રભાવ સામે આવે છે. 
 
* શુક્રવારના દિવસે સાંજે કાળી હળદરની ગાંઠને સિંદૂર અને તડકાથી  ધૂપથી પૂજન કરી ચાંદીના બે સિક્કા સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી આર્થિક સમસ્યાનો ઉકેલ થાય છે. 
 
* શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ સફેદ રંગના ખાદ્ય પદાર્થનો દાન કરવું શુભ ગણાય છે અને જેટલું થાય એ દિવસે ગરીબોને દાન આપો.