ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:01 IST)

ચંપા ષષ્ઠી - આજે મહાદેવને કરો પ્રસન્ન .. ગ્રહ પીડાનો થશે અંત

ચંપાછઠ ને બેંગનછઠ એટલે કે રીંગણછઠ પણ કહેવાય છે. કારણ કે ચતુર્માસમાં જે લોકો ચાર મહિના રીંગણા ખાવાનુ છોડી દે છે તેઓ આજથી રીંગણ ખાવા શરૂ કરે છે.    આ પર્વ મહાદેવના માર્તડાય-મલ્હારી સ્વરૂપને સમર્પિત છે.  પૌરાણિક કતહા મુજબ મહાદેવને મણિ મલ્હ દૈત્ય ભાઈઓ સાથે છ દિવસ સુધી ખંડોબા નામના સ્થાન પર યુદ્ધ કરીને ચંપા છઠ પર બંને દાનવોનો વધ કર્યો હતો. આ સ્થાન પર મહાદેવ શિવલિંગ રૂપમં પ્રકગ થયા હતા. મણિ-મલ્હના વધ માટે મહાદેવે ભૈરવ રૂપ અને દેવી પાર્વતીને શક્તિ રૂપ લીધુ હતુ. આ કારણે મહારાષ્ટ્રમાં રુદ્રાવતાર ભૈરવને માર્તડ-મલ્હારી અને ખંડોબા કહેવાય છે.  
 
સ્કંદપુરાણ મુજબ ષષ્ઠી તિથિ મંગળ ગ્રહ અને દક્ષિણ દિશા કાર્તિકેયને સમર્પિત છે.  ભવિષ્ય પુરાણ મુજબ ચંપા છઠ પર કા ર્તિકેય એ પરિવારથી નારાજ થઈને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ડેરો જમાવ્યો હતો. અને આ જ દિવસે તેઓ દેવસેનાના સેનાપતિ બન્યા હતા.   ચંપાછઠના દિવસે વિશેષ પૂજન વ્રત અને ઉપાયથી સમાજમાં માન સન્માન વધે છે. વ્યક્તિની શત્રુઓથી રક્ષા થાય છે અને ગ્રહ પીડાથી મુક્તિ મળે છે. 
 
પૂજન વિધિ - સવારે શિવમંદિરમાં જઈને શિવલિંગ પર વિધિવત પૂજન કરો. અત્તર ભેળવેલ ગૌધૂતનુ દીપ કરો. ગુલાબી ફુલ ક હઢાવો. અબીલ ચઢાવો.દેશી ખાંડનો ભોગ લગાવો અને આ વિશેષ મંત્ર ૐ માર્તેડાય મલ્લહારી નમો નમ: થી 1 માળા જાપ કરો 
 
ચંપાછઠના ઉપાય 
 
- ગ્રહ પીડાથી મુક્તિ માટે શિવા મંદિરમાં ષડમુખી તલના તેલના 9  દિવા પ્રગટાવો 
- મન સન્માનની પ્રાપ્તિ માટે શિવાલયમાં કાર્તિકેય પર ભૂરા રંગના વસ્ત્ર ચઢાવો 
- શત્રુઓથી રક્ષા માટે શિવલિંગ પર રીંગણ અને બાજરો ચઢાવીને ગરીબોમાં વહેંચો  પૂજન પછી ભોગને પ્રવાહીત કરી દો..