સંબંધિત સમાચાર
- મહિલા મિત્રને દારૂ પિવડાવી કર્યો ગેંગરેપ- અમદાવાદમાં મિત્રો દ્વારા યુવતી પર સામૂહિક બળાત્કાર, બે આરોપીની ધરપકડ
- 49 વર્ષ પહેલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, 26 વર્ષની ઉંમરે હત્યા કરનારો આરોપી 73 વર્ષની ઉંમરે પકડાયો
- પ્રેમિકાની ખેંચતાણમાં મિત્રની હત્યા, બે આરોપીઓની ધરપકડ
- ગુજરાત એટીએસને મોટી મળી સફળતા, દિલ્હીથી કરી 3 આરોપીની ધરપકડ
- સુરતમાં સ્પામાં ગ્રાહકોને સેક્સ પાવર વધારવા માટે અપાતું 10 લાખનું ડ્રગ્સ ઝડપાયું, આરોપીની ધરપકડ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મળ્યો મોટો દારૂનો જથ્થો, પોલીસ કરી એક આરોપીની ધરપકડ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર દારૂનો જથ્થો હાથ લાગ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂની પેટી મળી આવી છે. સિવિલ ખાતેથી દારૂની ચાર પેટી મળતા પ્રદ્યુમન પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂના જથ્થાને કબજે લઈને આગળની તપાસ શરુ કરી છે. આ અગાઉ પણ એક ડૉક્ટર નશાની હાલતમાં ફરજ પર હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ હવે સિવિલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂનો જથ્થો મળી આવતા હોબાળો થયો હતો.
પોલીસની તપાસ બાદ કમલેશ દેવીપુજક નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના અહેવાલ અનુસાર, કમલેશ દેવીપુજક તબીબોને દારૂની સપ્લાય કરતો હતો. આ અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે. કમલેશના ફોનની તપાસમાં બાદ વધારે માહિતી મળી શકવાની સંભાવના છે.હાલ પોલીસે કમલેશ નામના શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં દારૂ કોઈને દેવા માટે આવ્યો હતો કે કેમ? તેમજ આ દારૂનો જથો કોની પાસેથી પોતે લાવ્યો હતો? અને અગાઉ કોઈ વખત અન્ય કોઈ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે કે કેમ સહીત દિશામાં તપાસ હાથ ધરી છે.
