સંબંધિત સમાચાર
- યાત્રીગણ ધ્યાન દે!!! ઉનાળુ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય
- યાત્રીગણ ધ્યાન દે!!!! સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ટ્રેક કામના લીધે કેટલીક ટ્રનો રદ કરાઇ તો કેટલીક રીશેડ્યુલ, વાંચી લો યાદી
- યાત્રીગણ ધ્યાન દે! 1 એપ્રિલથી આ ટ્રેનોના પરિચાલનના સમયમાં થશે ફેરફાર, 45 મિનિટની થશે બચત
- ઓખા-તુતીકોરીન અને રાજકોટ-કોઈમ્બતુર ટ્રેનો 6 ફેબ્રુઆરી સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
- Metro Train Rent - ટ્રાંસપોર્ટ સસ્તો વિકલ્પ બનશે મેટ્રો ટ્રેન, જાણો કેટલું હશે ભાડું
યાત્રીગણ ધ્યાન દે ! સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન માં આવેલ અને નારાયણાવલી સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક હોવાને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:
24 સપ્ટેમ્બર ની ટ્રેન સંખ્યા 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને દોડશે.
26 સપ્ટેમ્બર ની ટ્રેન સંખ્યા 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને દોડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
