Bollywood Drug Chat - સૌથી મોટો ખુલાસો, હવે દીપિકા પાદુકોણનુ પણ આવ્યુ નામ, NCB મોકલશે સમન
Publish: Tue, 22 Sep 2020 (12:06 IST)
Updated: Tue, 22 Sep 2020 (12:12 IST)
Bollywood Drug Chat માં અત્યાર સુધી સૌથી મોટા નામનો ખુલાસો થયો છે. એક બાજુ જ્યા નરકોટિક્સ બ્યુરો સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પરીત સિંહને સમન મોકલવાની તૈયારી કરી રહ્યુ છે તો બીજી બાજુ ચેટમા જે N, J, S,D અને K વચ્ચે ડ્રગ્સને લઈને વાત થઈ છે તેમા D નો મતલબ દીપિકા પાદુકોણ છે. ટાઈમ્સ નાઉની રિપોર્ટ મુજબ NCB હવે આગામી અઠવાડિયે દીપિકાને પણ પૂછપરછ માટે સમન મોકલવાની છે.
ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યુ છે કે ડ્રગ ચેટમાં D એટલે દીપિકા પાદુકોણ જે K પાસે માલ એટલે કે ડ્રગ્સની માંગ કરી રહી છે, તે K અસલમાં કરિશ્મા છે જે ક્વૉન ટૈલેંટ મેનેજમેંટ એજંસીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે, 'મારી પાસે છે પણ ઘરે છે. હુ બાંદ્રામાં છુ. કરિશ્મા આગળ કહે છે કે "કહો તો હઉ અમિતને પૂછી શકુ છુ. જેના પર દીપિકાનો જવાબ આવે છે, 'હા, પ્લીઝ. કરિશ્મા કહે છે, 'અમિતની પાસે છે, તે લઈને આવી રહ્યો છે. જેના પર દીપિકા કહે છે, 'Hash ન વીડ નહી'.
બોલીવુડ ડ્રગ મામલે રિયા ચક્રવર્તી તો જેલમાં છે. રિયા પછી સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણનુ પણ નામ જોડાય ગયુ છે. સારા, રકુલ અને શ્રદ્ધા પછી હવે એનસીબી દીપિકાને સમન મોકલવાની તૈયારીમાં છે. એનસીબીના સૂત્રોએ જણાવ્યુ કે એનસીબી હવે આગામી અઠવાડિયે દીપિકાને પણ પૂછપરછ માટે સમન મોકલવાની છે.
ઉલ્લેખનીય છે કે એવા સમાચાર આવ્યા હતા કે રિયા ચક્રવર્તીએ એનસઈબીની પૂછપરછમાં બોલીવુડના 25 મોટા સેલિબ્રિટીઝના નામ આપ્યા હતા જે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં સામેલ હતા. 8 સપ્ટેમ્બરના રોજ રિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પૂછપરછમાં કબૂલ કર્યુ છે કે તે સુશાત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ મંગાવતી હતી.
Publish: Tue, 22 Sep 2020 (12:06 IST)
Updated: Tue, 22 Sep 2020 (12:12 IST)