બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (00:15 IST)

Ind vs Pak - ભારતે પાકિસ્તાનને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 89 રનથી હરાવ્યું

આઈસીસી વિશ્વ કપ 2019માં આજે મેન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાનની મેચ હાઈવૉલ્ટેજ મુકાબલો રમાયો. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું છે.337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી પાકિસ્તાનની ટીમને વરસાદના વિધ્ન બાદ ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે તેઓ 6 વિકેટે 212 રન કરી શક્યા હતા. પાકિસ્તાન તરફથી ફખર જમાને 62 અને બાબર આઝમે 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી
સ્કોર કાર્ડ જોવા માટે ક્લિક કરો
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલે 136 રનની પ્રથમ વિકેટ માટે ભાગેદારી નોંધાવી હતી. રોહિત શર્મા 113 બૉલમાં 140 રન મારીને આઉટ થયો હતો, જ્યારે કેએલ રાહુલે 78 બૉલમાં 57 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 19 બૉલમાં 26 અને ધોની ફક્ત 1 રન મારીને આઉટ થયો હતો. તો કેપ્ટન કોહલીએ 65 બૉલમાં 77 રન બનાવ્યા છે. વિજય શંકર 15 અને કેદાર જાધવ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે પાકિસ્તાનને 337 રનનો પડકાર આપ્યો હતો.. પાકિસ્તાન તરફથી આમિરે 3 વિકેટ લીધી હતી.