શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 21 જૂન 2018 (15:45 IST)

કિચન વાસ્તુ - આવુ કિચન ઘન અને ઉન્નતિ લાવે છે

કોઈપણ ઘરનુ સૌથી મુખ્ય સ્થાન હોય છે રસોડુ.  કારણ કે આ એ સ્થાન છે જ્યાથી ઘરમાં રહેનારા લોકો માટે ભોજન બને છે. તેથી કિચનને અન્નપૂર્ણાનુ ઘર પણ કહેવામાં આવે છે. 
 
પણ અનેકવાર કિચનમાં રહેલ વાસ્તુદોષને કારણે આ મકાનમાં રહેનારા લોકોનુ આરોગ્ય પણ પ્રભાવિત થાય છે. આર્થિક મામલામાં ઉતાર ચઢાવનુ એક મોટુ કારણ છે કિચનમાં રહેલ વાસ્તુદોષને પણ માનવામાં આવે છે. 
 
જો તમે કિચનના વાસ્તુ પર જરાક ધ્યાન આપશો તો શક્ય છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવમાં પણ કમી આવે.  
આવુ કિચન ઘન અને ઉન્નતિ લાવે છે. 
 
 
કિચનમાં ભોજન બનાવવાનુ કામ અગ્નિ દ્વારા થાય છે. તેથી કિચન માટે સૌથી ઉત્તમ દિશા દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિખૂણો માનવામાં આવે છે. 
 
આ દિશામાં કિચન હોવાથી ઘરની મહિલાઓ ખુશ અને સ્વસ્થ રહે છે. કિચનની અંદર મહિલાઓનું રાજ ચાલે છે. પરિવારમાં પરસ્પર તાલમેલ કાયમ રહે છે. 
કિચન ઉત્તર દિશામાં હોવુ આર્થિક દ્રષ્ટિથી સારુ રહે છે. જે ઘરમાં કિચન ઉત્તર દિશામાં હોય છે એ ઘરની મહિલા બુદ્ધિમાન હોય છે. ઘરની માલકિન બધા પ્રત્યે પ્રેમ રાખે છે. પણ પરિવારની મહિલાઓ વચ્ચે પરસ્પર તાલમેલ ઓછો રહે છે.  
 
જેમના ઘરમાં રસોડું પૂર્વમાં હોય છે. તેમના ઘરમાં ઘનનુ આગમન સારુ રહે છે. પણ ઘરની કમાન પત્નીના હાથમાં હોય છે. છતા તેમની પત્ની ખુશ નથી રહેતી. સ્ત્રી રોગ, પિત્ત રોગ અને નાડી સબંધી રોગનો તેમને સામનો કરવો પડે છે. 
 
કિચનમાં ક્યા હોય ગેસ સ્ટવ 
 
વર્તમાન દિવસોમાં જમવનું રાંધવા માટે સામાન્ય રીતે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો ઈંડક્શનનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે. આ બંને પ્રકારના ચૂલ્યા માટે વાસ્તુ વિજ્ઞાનમાં દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિ દિશા ઉત્તમ બતાવાઈ છે.