સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 25 નવેમ્બર 2022 (09:40 IST)

ગુજરાતી હેલ્ધી નાસ્તો - બટાકા પૌઆ

potato poha
સામગ્રી - જાડા પૌઆ - 250 ગ્રામ, સમારેલા બટાકા/બાફેલા બટાકા-1/2 કપ, ડુંગળી ઝીણી સમારેલી - 1/2 કપ, બે ચમચી તેલ, રાઈ - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી,  હિંગ - 1 ચપટી મીઠું - સ્વાદાનુસાર, હળદર - 1/2 ચમચી, સમારેલા મરચા - 4, લીંબુનો રસ - 2 ચમચી, ખાંડ - દોઢ ચમચી અને સમારેલ કોથમીર - દોઢ ચમચી. 
દુધ - 2 ચમચી
 
બનાવવાની રીત -  પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં સમારેલ બટાકા ઉમેરવા, મીઠું અને હળદર નાખી બે ચમચી પાણી છાંટી ઢાંકી ધીમા તાપે બટાકા પકાવવા, (બાફેલા બટાકા હોય તો તેમાં પાણી નાખવાની જરૂર નથી, ડાયરેક્ટ વઘારવા)  બટાકા પાકી જાય પછી ધોયેલ પૌઆ અને સમરેલા મરચા જરૂર પડે તો મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખવા, બધું સારી રીતે મિક્સ કરવું, એકાદ મિનીટ ધીમા તાપે પકાવી, સમારેલ કોથમીર નાખી હલાવીને  ગેસ બંધ કરવો, સમારેલ કોથમીર વડે સજાવવા, સજાવવા દાડમના દાણા અને લીંબુની ફાડ પણ મૂકી શકાય.