શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

જો તમને સુખ સંપત્તિ જોઈતી હોય તો આ પાંચ વસ્તુ ઘરમાં ન મુકશો

સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સ

વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરની જમીન, ઘરની દિશા મુખ્ય દ્વાર અને ઘરમાં મુકેલ વસ્તુઓ પણ વ્યક્તિના જીવન પર પ્રભાવ નાખે છે. તેથી ઘરમાં એવી વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી સકારાત્મક પ્રભાવ પ્રાપ્ત થાય.

ઘરને સુંદર બતાડવા એવી વસ્તુઓ ન લાવો જેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે અને સુખ અને ધનનુ નુકશાન થાય.


આ વસ્તુઓથી ઘરમાં અશાંતિ સર્જાય છે


P.R


વાસ્તુવિજ્ઞાનમાં કહેવામાં આવ્યુ છે કે યુદ્ધથી સંબંધિત વસ્તુઓ જેવી તલવાર બંદૂક વગેરે ન મુકવી જોઈએ. આનાથી ગુસ્સો અને પરસ્પર દ્વેષ વધે છે.

અનેક લોકો ઘરમાં મહાભારતનો ફોટો લગાવે છે. વાસ્તુવિજ્ઞાન મુજબ આ પણ ઘરની સુખ શાંતિમાં બાધક હોય છે. મહાભારત એક પારિવારિક યુદ્ધ હતો જે પરિવારમાં સંઘર્ષની ભાવનાને વધારે છે. તેથી મહાભારતની તસ્વીર ઘરમાં ન મુકવી જોઈએ.


શિવની આવી મૂર્તિ ઘરમાં ન મુકશો
P.R


શિવની નટરાજ મૂર્તિ પણ લોકોને ખૂબ ગમે છે. ડ્રોઈંગ રૂમમાં આને લોકો ખૂબ શોખથી મુકે છે. ખાસ કરીને જેઓ કલા સાથે સંકળાયેલા છે તેઓ આ મૂર્તિને ઘરમાં શ્રદ્ધાપૂર્વક મુકે છે.

જ્યારે કે વાસ્તુ મુજબ શિવની નટરાજની મૂર્તિ વિનાશનુ પ્રતિક છે. કારણ્કે જ્યારે શિવ ક્રોધિત થાય છે તો નૃત્ય કરે છે. શિવના તાંડવ નૃત્યથી પ્રલય આવે છે. તેથી ઘરમાં શિવની નૃત્ય મુદ્રાવાળી મૂર્તિ અથવા તસ્વીર ન મુકવી જોઈએ.


આનાથી ધન અને સુખમાં કમી આવે છે
P.R


ટાઈટેનિકના પોપુલર થયા બાદથી ઘના લોકો ટાઈટેનિકની તસ્વીર ઘરમાં ટાંગવા માંડ્યા છે. જ્યારે કે વાસ્તુ વિજ્ઞાન મુજબ ડૂબતી બોટની ફોટો ઘરમાં ન મુકવી જોઈએ.

આનાથી નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે. ઘરના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલની કમી આવે છે. ઘન અને સુખમાં કમી આવે છે.

પ્રેમની આ નિશાની ઘરમાં ન મુકશો
P.R


તાજમહેલની ફોટો અને શો પીસથી ઘર સજાવવુ ઘણા લોકોને પસંદ છે. જ્યારે કે તાજમહેલ એક સમાધિ છે જે મોતની નિશની અને નકારાત્મકતાનુ પ્રતીક છે.

તેને પ્રેમનું પ્રતીક માનીને ઘરમાં ન મુકવુ જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધવાને બદલે તેમની વચ્ચેનું અંતર વધવાનો વિચાર વારે ઘડીએ આવે છે.