બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (16:57 IST)

Tokyo Olympics: હોકીમાં બ્રોન્જ જીતનારા ખેલાડી થશે માલામાલ, આ રાજ્ય પોતાના દરેક ખેલાડીને મળશે 1-1 કરોડ

પંજાબ સરકાર ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) રમતમાં કાંસ્ય પદક જીતનારી ભારતીય રમતોમાં કાંસ્ય પદક જીતનારી ભારતીય પુરૂષ હોકી ટીમ (Indian Mens Hockey Team) માં સામેલ રાજ્યના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયા રોકડ પુરસ્કાર આપશે. પંજાબના રમત મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ ભારતના કાસ્ય પદકના પ્લેઓફમાં જર્મનીને 5-4 થી હરાવીને આ જાહેરાત કરી છે. ત્રીજા સ્થાન માટે જર્મનીને હરાવીને ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ભારતે આ પહેલા 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં પોતાનો છેલ્લો ઓલિમ્પિક મેડલ ગોલ્ડ મેડલ તરીકે જીત્યો હતો.
 
કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પંજાબના આઠ ખેલાડીઓ ભારતીય પુરુષ હોકી ટીમના સભ્યો છે. રાજ્યના રમત મંત્રી સોઢીએ ટ્વીટ કર્યું, ""ભારતીય હોકી માટે આ ઐતિહાસિક દિવસ, મને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે (ટીમમાં સામેલ) પંજાબના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયાની રકમ પુરસ્કાર આપવામાં આવશે.  અમે તમારા પાછા ફરવાની રાહ જોઈશું અને ઓલિમ્પિકમાં મેડલની ઉજવણી કરીશું." પંજાબના અન્ય ખેલાડી હરમનપ્રીત સિંહ, રૂપિંદર પાલ સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુરજંત સિંહ અને મનદિપ સિંહ છે. 
 
સોઢીએ આ પહેલા જાહેરાત કરી હતી કે જો ટોક્યો ઓલંપિકમાં ભાગ લઈ રહેલી ભારતીય હોકી ટીમ સુવર્ણ પદક જીતે છે તો ટીમમાં સામેલ રાજ્યના દરેક ખેલાડીને અઢી કરોડ રૂપિયા આપવામાં આવશે. સોઢીએ કહ્યુ કે તેમને ટોક્યો ઓલંપિકમાં સમગ્ર ભારતીય હોકી ટીમના પ્રદર્શન પર ગર્વ છે. સોઢીએ એક અન્ય ટ્વીટમાં કહ્યુ  "આ આનંદ ઉઠાવવા અને ઐતિહાસિક કાંસ્ય પદકનો ઉત્સવ ઉજવવાનો સમય છે. પંજાબના રમત મંત્રી હોવાને નાતે આ મારુ કામ અને ગર્વ ની વાત છે કે રાષ્ટ્રીય રમતને વધુ પ્રોત્સાહન આપુ." બીજી બાજુ શિવરાજ સરકારે પણ મઘ્યપ્રદેશના બે ખેલાડીઓ વિવેક સાગર અને નીલકાંત શર્માને એક-એક કરોડ આપવાની જાહેરાત કરી છે.