રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: બુધવાર, 4 ઑગસ્ટ 2021 (15:19 IST)

Tokyo Olympics 2020 Day-12 : બોક્સિંગમાં લવલીનાએ બ્રોન્જ જીત્યુ, કુશ્તીમાં રવિ દહિયાએ મેડલ કર્યુ પાક્કુ

ટોક્યો ઓલંપિકના 12મા દિવસે એટલે કે બુધવારનો દિવસ ભારતીય ફેન્સ માટે જ્યા રેસલિંગમાં ખુશીઓથી ભરેલો રહ્યો તો બીજી બાજુ બોક્સિંગમાં નિરાશા હાથ લાગી. પોતાના પહેલા જ ઓલંપિકમાં બ્રોન્જ મેડલ જીતનારી લવલીના મહિલાઓની 69 કિગ્રા સેમીફાઈનલ મુકાબલામાં તુર્કીના બુસેનાજ સુરમેનેલી વિરુદ્ધ એક જોરદાર મુકાબલામાં હારી  ગઈ.  વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સામે હાર્યા બાદ, લવલીના સિલ્વર ચૂકી ગઈ અને તેને બ્રોન્ઝ મેડલથી તેને સંતોષ કરવો પડ્યો. એથ્લેટિક્સમાં ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ તેના ગ્રુપ એમાં ટોચ પર રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. જો કે, શિવપાલ સિંહ એ જ ઇવેન્ટમાં ફાઇનલ માટે ક્વોલિફાય થવાનું ચૂકી ગયા હતા. કુસ્તીમાં હવે ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ નુરઈસ્લામ સનાયેવને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ  કરી લીધું છે અને કુસ્તીમાંથી ભારતનો પ્રથમ મેડલ પાકો કર્યો છે. 
 
- રવિ દહિયાએ નુરઈસ્લામ સનાયેવને હરાવીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પોતાનું સ્થાન  પાક્કુ કર્યું.
 
- ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલો વજન કેટેગરીની અને દીપક પૂનિયા 86 કિલો વજનની કેટેગરીમાં સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. રવિએ બલ્ગેરિયાના કુસ્તીબાજને પછાડ્યો અને દીપકે ચીની કુસ્તીબાજને હરાવ્યો. બંનેએ 10 મિનિટમાં જ ભારત માટે 2 મેડલ જીત્યા છે.
 
- તે બંને આજે જ સેમી-ફાઈનલ પણ રમશે. તેઓ બંને ભારત માટે વધુ 2 મેડલ પાક્કા કરી શકે છે. ભારતે ઓલિમ્પિક કુસ્તીમાં ઓવરઓલ 5 મેડલ જીત્યા છે. રવિ અને દીપક પહેલાં કેડી જાધવ(1952), સુશીલ કુમાર (2)(2008, 2012), યોગેશ્વર દત્ત(2012) અને સાક્ષી મલિક(2016) જીતી ચૂક્યા છે.