સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

ધનની ઉણપ સતાવે તો ગુરૂવારે કરો આ પાંચ કામ

જો તમે આર્થિક રૂપે પરેશાન રહો છો તો બિનજરૂરી ખર્ચને કારણે દર મહિને તમારુ બજેટ બગડી રહ્યુ છે તો ગુરૂવારના દિવસે ધન વૃદ્ધિના ઉપાય અજમાવવા જોઈએ.  
 
જ્યોતિષશાસ્ત્રમાં બતાવાયુ છે કે ગુરૂ ધનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ પર ગુરૂની કૃપા હોય છે તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. આ માટે કેટલાક ઉપાયો લાલ કિતાબમાં બતાવ્યા છે. 
 
ગુરૂવારના દિવસ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન ધ્યાન કરો અને ઘીનો દિવો સળગાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
સાંજના સમયે કેળાના વૃક્ષ નીચે દીવો સળગાવીને લાડુ કે બેસનની મીઠાઈ અર્પિત કરો અને લોકોમાં વહેંચી દો.  
ગુરૂવારના દિવસે ભગવાનની પૂજા પછી કેસરનુ તિલક લગાવો. જો કેસર ન હોય તો હળદરનું તિલક પણ લગાવી શકાય  છે.  
આ તિલકથી બનાવો ગુરૂને અનુકૂળ 
ગુરૂવારના દિવસે ભગવાનની પૂજા પછી કેસરનુ તિલક લગાવો. જો કેસર ન હોય તો હળદરનુ તિલક પણ લગાવી શકાય છે. 
આ દિવસે આ કામ ન કરો 
ગુરૂનો પ્રભાવ ધન પર થાય છે જો કોઈ  ગુરૂવારન દિવસે તમારી પાસે ધન માંગવા આવે છે તો લેવડ-દેવડથી બચો.  ગુરૂવારના દિવસે ધન આપવાથી તમારો ગુરૂ નબળો પડી જાય છે. તેનાથી આર્થિક પરેશાની વધે છે.  
ગુરૂની કૃપા મેળવો 
ગુરૂવારના દિવસે માતા-પિતા અને ગુરૂના આશીર્વાદ લો. તેમના આશીર્વાદ ગુરૂ ગ્રહના આશીર્વાદ માનવામાં આવે છે. તેમની પ્રસન્નાતા માટે પીળા રંગના વસ્ત્ર ભેટ સ્વરૂપે આપો.